સુરતમાં દિલ્હીના કંઝાવાલા જેવી ઘટનાઃ કાર ચાલકે બાઈક ચાલકને ઢસડ્યો હતો, બે દિવસ બાદ મૃતદેહ મળ્યો

Webdunia
મંગળવાર, 24 જાન્યુઆરી 2023 (16:11 IST)
દિલ્હીના કંઝાવલામાં જે હિટ એન્ડ રનની કાળજુ કંપાવનારી ઘટનામાં કારચાલકે એક યુવતીને પોતાની કાર સાથે ઢસડી હતી. યુવતી કારના આગળના વ્હીલમાં ફસાઈ ગઈ હતી. પરંતુ કારચાલકને જાણ સુદ્ધા નહોતી થઈ અને તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અને હવે આવી જ એક ઘટના સુરતના પલસાણામાં બની છે.એક દંપતી બાઈક પર પસાર થઈ રહ્યુ હતું જેને કારચાલકે ટક્કર મારી હતી. આ ઘટનામાં બાઈક ચાલકનો મૃતદેહ 12 કિ.મી. દૂરથી ક્ષતવિક્ષત હાલતમાં મળી આવ્યો છે. આ દર્દનાક ઘટનામાં પોલીસ પણ હત્યારા કારચાલકને શોધવા ઝઝૂમી રહી હતી. આવામાં એક યુવાને પોલીસને એક વીડિયો આપ્યો ને પોલીસ લક્ઝુરિયસ કાર સુધી પહોંચી ગઈ હતી.ઘટના 18મી જાન્યુઆરીએ બની હોવાની જાણકારી સામે આવી છે. સુરતના પલસાણા તાલુકાના તાંતિથૈયા ગામ પાસેથી કાર ચાલકે પાછળથી બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત પછી મૃતક યુવકના પત્ની રોડ પર પડી ગયા હતા. પરંતુ બાઈક ચાલક સાગર પાટિલ કથિત રીતે કાર સાથે લગભગ 12 કિમી સુધી ઢસડાયા હતા. સાગર અશ્વિનીને લઈને સુરત જઈ રહ્યા હતા.સાગર પાટિલના પત્ની અશ્વિની પાટીલને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સાગર પાટિલનો જીવ બચી શક્યો નહોતો. સાગર પાટિલનો મૃતદેહ પણ બે દિવસ પછી ક્ષતવિક્ષત હાલતમાં મળ્યો હતો. મૃતદેહ મળ્યા પછી પોલીસે તપાસ શરુ કરી હતી.સુરત પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના એક જાગૃત નાગરિકે આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોની મદદથી પોલીસને કારનો નંબર મળી શક્યો જેના આધારે આરોપીના ઘર સુધી પોલીસ પહોંચી શકી હતી. આરોપી હાલમાં ફરાર છે થઈ ગયો છે અને પોલીસ તેને શોધવા માટે સક્રિય થઈ ગઈ છે. કારના માલિકનું નામ બીરેન શિવાભાઈ આહીર છે. પ્રાથમિક દ્રષ્ટિએ મૃતક કાર સાથે ઢસડાયો છે. પોલીસે કારને પણ જપ્ત કરી લીધી છે, તેમજ આરોપીની ઓળખ પણ થઈ ચૂકી છે.  હાલ આરોપી ફરાર છે.

સંબંધિત સમાચાર

Next Article