ગુજરાતમાં ટ્રાફિક બ્રિગેડના 9 હજાર સભ્યોને ક્રમશઃ છુટા કરાશે

Webdunia
શનિવાર, 18 નવેમ્બર 2023 (20:53 IST)
ગુજરાતમાં ટ્રાફિક બ્રિગેડમાં કામ કરતાં કર્મચારીઓ માટે મોટા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. રાજ્યના શહેરોમાં ટ્રાફિકનું સંચાલન કરી રહેલા 9 હજારથી વધુ ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓને ક્મશઃ છુટા કરવા માટેનો ઓર્ડર રાજ્ય પોલીસ વડા તરફથી કરવામાં આવ્યો છે. એક જ જગ્યાએ પાંચ કે 10 વર્ષ સુધી કામ કરી રહેલા જવાનોને ક્રમશઃ છુટા કરવામાં આવશે.

ગુજરાતના પોલીસ વડા તરફથી થયેલા આદેશ પ્રમાણે  ગુજરાત રાજયમાં ટ્રાફિક નિયમનની વ્યવસ્થા માટે ટ્રાફિક પોલીસની મદદમાં આશરે 9 હજાર ટ્રાફિક બ્રિગેડના સભ્યોની માનદસેવા લેવામાં આવી રહી છે. ટ્રાફિક બ્રિગ્રેડ માનદ સભ્યોની નિમણૂંક બાબતે વિવિધ કચેરી તરફથી માહિતી મંગાવતા ધ્યાને આવેલ છે કે, આશરે 9 હજાર ટ્રાફિક બિગ્રેડ સભ્યો પૈકી આશરે 1100 સભ્યો 10 વર્ષનો સમય પૂર્ણ કરેલ છે. આશરે 3 હજાર સભ્યોએ ટ્રાફિક બ્રિગેડમાં 5 વર્ષનો સમયગાળો પૂર્ણ કરેલ છે અને આશરે 2300 સભ્યો 3 વર્ષથી વધારેનો સમય પૂર્ણ કરેલ છે.ટ્રાફિક બ્રિગેડ ટ્રાફિક પોલીસની મદદમાં રહીને કામગીરી કરવાની હોય છે. એક જ વ્યક્તિ ખુબ જ લાબા સમયથી ટ્રાફિક બ્રિગેડના સભ્ય તરીકે ફરજ બજાવે તે વહીવટી દ્રષ્ટીએ યોગ્ય અને ઈચ્છનીય નથી. જેથી ટ્રાફિક બ્રિગેડ સભ્યોની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા આદેશ કરાયો છે. જે ટ્રાફિક બ્રિગેડના સભ્યોને 10 વર્ષ પૂર્ણ થયેલ છે તેઓને 30 નવેમ્બર 2023, 5 વર્ષથી વધુ સમયગાળો થયેલ છે તેમને 31 ડિસેમ્બર 2023 અને 3 વર્ષથી વધુ સમયપૂર્ણ થયેલ હોય તેવા ટ્રાફિક બ્રિગેડના સભ્યોને 31 માર્ચ 2024 સુધીમાં ટ્રાફિક બ્રિગેડની કામગીરીમાંથી મુક્ત કરવાનો આદેશ કરાયો છે.

સંબંધિત સમાચાર

Next Article