સૂરત - મોબાઈલ પર ગેમ રમવા બદલ ઠપકો આપ્યો તો સગીરે પિતાની કરી હત્યા

ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (16:59 IST)
આજકાલના બાળકોને મોબાઈલ પર ગેમ રમવાની લત લાગવાની માનસિક બીમારીનો શિકાર થઈ  રહ્યા છે. ક્યારેક ક્યારેક ગેમ રમવામાં તેઓ એટલા તલ્લીન થઈ જાય છે કે કોણ શુ કહી રહ્યુ છે એ વાતનો પણ તેમને ખ્યાલ નથી રહેતો. પબજી ગેમને કારણે અનેક બાળકોનો જીવ ગયો છે. શહેરના હજીરા રોડ સ્થિત કવાસ ગામમાં ગઈકાલે મોબાઈલ પર ગેમ રમવા બદલ ઠપકો લગાવવા પર સગીર પુત્રએ પિતાનુ ગળુ દબાવીને હત્યા કરી દીધી.  હત્યા કર્યા પછી બાથરૂમમાં પડવાથી ઘાયલ થવાથી મોત થયાના ખોટા સમાચાર ફેલાવ્યા. જોકે ચિકિત્સકોને શક જતા તેમણે ફોરેસિંક પોસ્ટમોર્ટમમાં હત્યાનો ખુલાસો થયા પછી પોલીસે હત્યારા સગીર પુત્રની ધરપકડ કરી લીધી છે. 
 
હજીરા રોડ પર કવાસ ગામ નિવાસી અને વર્તમાનમાં બેરોજગાર અર્જુન અરુણ સરકારને મંગળવારે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો. જ્યા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો. ડોક્ટરો સામે પત્ની ડોલી અને પુત્રએ અઠવાડિયા પહેલા બાથરૂમમાં પડી ગયા હતા અને કહ્યુ કે મંગળવારે સાંજે તેઓ સૂઈને ઉઠ્યા જ નહી. પણ ડોક્ટરોને શક જતા અર્જુનનો ફોરેસિંક પોસ્ટમોર્ટમ થયુ છે.  જેમા સ્પષ્ટ થયુ છે કે તેમનુ મોત ગળુ દબાવી દેવાથી થયુ છે. જેની સૂચના ઈચ્છાપોરના પીઆઈ એનએ દેસાઈને આપવામાં આવી. તરત પીઆઈ દેસાઈ સ્ટાફની સાથે આવ્યા અને અર્જુનની પત્ની અને પુત્રની પૂછપરછ કરવા ઉપરાંત કવાસ ગામના મકાનની પણ તપાસ કરી. 
 
પૂછપરછ દરમિયાન પત્ની ડોલીએ પતિ અર્જુન બાથરૂમમાંથી પડવાની વાત કરી. પણ 17 વર્ષીય પુત્રની પૂછપરછ કરવા પર કહ્યુ કે મોબાઈલ ફોન પર આખો દિવસ ગેમ રમવાને લઈને પિતા અર્જુન હંમેશા લઢતા હતા. જેના કારણે મંગળવારે સાંજે મા ડોલી બહાર ગઈ હતી ત્યાર પિતાએ ફટકાર લગાવતા બંને વચ્ચે ઝગડો થયો ત્યારે પિતાનુ ગળુ દબાવીને હત્યા કરવાની વાત કબૂલ કરી લીધી. પોલીસ સ્તબ્ધ રહી ગઈ. ઘટનાને લઈને મા ડોલીએ પોતાના 17 વર્ષીય પુત્ર વિરુદ્ધ પિતાની હત્યાનો મામલો નોંધાવ્યો છે. પિતાના હત્યારા 17 વર્ષના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર