નવરાત્રિમાં કરો આ 5 વસ્તુનો પ્રયોગ, માતા કરશે ધનની વર્ષા

Webdunia
ગુરુવાર, 3 ઑક્ટોબર 2019 (18:43 IST)
મિત્રો શારદીય નવરાત્રી ચાલી રહી છે. આ નવ દિવસમાં મા દુર્ગાના જુદા જુદા રૂપની પૂજા કરવામાં આવે છે.   દરેક ભક્ત પૂરી શ્રદ્ધા સાથે મા દુર્ગાની પૂજા અર્ચના કરે છે.  એવુ કહેવાય છે કે નવરાત્રીમાં પૂજન સામગ્રીમાં જો આ 5 વસ્તુઓનો પ્રયોગ કરવામાં આવે તો મા પ્રસન્ન થાય છે. 
 
આવો જાણીએ આ વસ્તુઓ 
 
પ્રથમ છે લવિંગ - લવિગ એક મોટો ચમત્કારી મસાલો છે. દેવી પૂજન અને તંત્ર સાધનામાં તેનો વિશેષ પ્રયોગ થાય છે. માન્યતા છે કે પૂજામાં લવિંગના પ્રયોગથી બધી મનોકામના પૂર્ણ થાય છે.  નવરત્રિમાં રોજ દેવીને મનોકામના કહીને બે લવિંગ અર્પિત કરો. શીધ્ર વિવાહ માટે નવરાત્રિમાં દેવીને નવ લવિંગની માળા અર્પિત કરો. નવરાત્રીમાં લવિંગ ઘસીને દેવીને તિલક કરો. ત્યારબાદ એ તિલક ખુદને લગાવો.  તેનાથી તમારા શત્રુ અને વિરોધી શાંત થશે. 
બીજી વસ્તુ છે પાનનુ પત્તુ 
 
પાનના આખા પત્તાથી પણ ઘણી બધી મનોકામના પૂરી કરી શકાય છે. નવરાત્રીમાં કોઈપણ દિવસે એક આખુ પાનનુ પત્તુ લો. તમારી મનોકામના કહેતા પત્તા પર હ્રીં લખો. આ પત્તાને બંને હાથમાં ઓઅઈને દેવીને અર્પિત કરો. દશેરાના દિવસે આ પાનને વહેતા જળમાં પ્રવાહિત કરી દો. 
 
ત્રીજી વસ્તુ છે જાયફળ -  મોટામાં મોટી મુસીબતને ટાળવા માટે જાયફળ અચૂક હોય છે. નવરાત્રીમાં કોઈપણ દિવસે આખુ જાયફળ પર સિંદુર લગાવીને દેવીને અર્પિત કરો. ત્યારબાદ રોગ મુક્તિ, કોર્ટના કેસ હોય કે શત્રુ શાંતિ માટે પ્રાર્થના કરો. નવમી તિથિના દિવસે બપોરે આ જાયફળના કાપીને બે ટુકડા કરો. બંને ટુકડાને વહેતા જળમાં પ્રવાહિત કરી દો. તમારી મનોકામના પૂરી થશે. 
 
ચોથી વસ્તુ છે સિંદૂર 
 
સિંદૂર પણ ખૂબ ચમત્કારી વસ્તુ છે. લગ્ન ને વૈવાહિક મામલે તેનો અચૂક પ્રયોગ થાય છે. જો પુત્રીના લગ્ન ન થઈ રહ્યા હોય તો નવરાત્રિમાં તેને રોજ સવારે દેવીને સિંદૂર અર્પિત કરવુ જોઈએ.  જો વૈવાહિક જીવનમાં સમસ્યા હોય તો રોજ દેવીને સિંદૂર લગાવ્યા પછી ખુદની માંગ ભરો. નવરાત્રીમાં દેવીને સિંદૂર જરૂર અર્પિત કરો. આ સિંદૂરનો નિયમિત રૂપથી પ્રયોગ કરો. લાભ થશે. 
 
5મી વસ્તુ છે નારિયળ 
 
નારિયળનુ દેવી પૂજનમાં વિશેષ મહત્વ છે. નારિયળના પ્રયોગથી પાપ ગ્રહ શાંત થાય છે. સાથે જ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય  છે. નવરાત્રીમાં કોઈપણ રાત્રે પાણીવાળુ નારિયળ તમારા ખોળામાં મુકો. ત્યારબાદ ૐ દૂં દુર્ગાય નમ: નો 108 વાર જાપ કરો. બીજા દિવસે આ નારિયળને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. તમારી આર્થિક સમસ્યા દૂર થશે. 

સંબંધિત સમાચાર

Next Article