નવરાત્રમાં આ વિધિથી કરવું કન્યા પૂજન, આ છે શુભ મૂહૂર્ત

Webdunia
મંગળવાર, 4 એપ્રિલ 2017 (15:33 IST)
નવરાત્રમાં કન્યા પૂજનનો ખાસ મહત્વ છે. અષ્ટમી અને નવમી તિથિ પર 3 થી 9 વર્ષની કન્યાઓના પૂજન કરવાની પરંપરા છે. ધર્મ ગ્રંથો મુજબ કન્યાઓ સાક્ષત માતાનો સ્વરૂપ ગણાય છે. એક કન્યાની પૂજાથી એશ્વર્ય, બેની પૂજાથી ભોગ અને મોક્ષ, ત્રણની અર્ચનાથી ધર્મ, અર્થ અને કામ, ચારની પૂજાથી રાજ્યપદ, પાંચની પૂજાથી વિદ્યા, છહની પૂજાથી છહ પ્રકારની સિદ્ધિ, સાતની પૂજાથી સંપદા અને નવની પૂજાથી પૃથ્વીના પ્રભુત્વની પ્રાપ્તિ હોય છે. કન્યા પૂજનની વિધિ આ રીતે છે. 
કન્યા પૂજનનો મૂહૂર્ત (4 અપ્રેલ અષ્ટમી માટે) 
- સવારે 09.15 થી  10.30 સુધી
- સવારે 10.30 થી  11.45 સુધી
- સવારે11.45 થી  1.15 સુધી
 
કન્યા પૂજનનો મૂહૂર્ત ( 5 અપ્રેલ નવમી માટે) 
 
- સવારે 7.50 થી  9.25 સુધી
કન્યા પૂજનમાં ર- 3 થી 9 વર્ષની કન્યાઓના જ પૂજન કરવી જોઈએ. તેનાથી ઓછી કે વધારે ઉમ્રની કન્યાઓની પૂજા વર્જિત છે. તમારી ઈચ્છા મુજબ, નવ દિવસ સુધી કે નવરાત્રના અંતિમ દિવસ કન્યાઓને ભોજન માટે આમંત્રિત કરવું.  કન્યાઓને આસન પર એક લાઈનમાં બેસાડો. 
 
ૐ કોમાર્ય નમ: મંત્રથી કન્યાઓની પંચોપચાર પૂજા કરવી. ત્યારબાદ તેને રૂચિ મુજબ ભોજન કરાવો. ભોજનમાં મીઠા જરૂર હોય. આ વતાનો ધ્યાન રાખવું. ભોજન પછી કન્યાઓના પગ ધોવડાવીને વિધિવત કંકુથી ચાંદલા કરી અને દક્ષિણા આપી હાથમાં ફૂલ લઈને આ પ્રાર્થના કરવી. 
 
મંત્રાક્ષરમયી લક્ષ્મી માતૃણાં રૂપધારિણીમ
નવદુર્ગાત્મિકાં સાક્ષાત કન્યામાવાહયામ્યહમ 
જગત્પૂજ્યતે જગદ્ર્ન્ધે સર્વશક્તિસ્વરૂપિણી
પૂજાં ગૃહાણ કૌમારિ જગન્માતર્નમોસ્તૃ તે 
 
ત્યારે એ ફૂલ કન્યાના ચરણમાં અર્પણ કરવું અને તેને સંસમ્માન વિદા કરવી. 
 
Next Article