Vaishno Devi- Strike news- કટરામાં વૈષ્ણો દેવી ભવન સુધી રોપ-વેના નિર્માણ સામે વિરોધ ચાલુ છે. વિરોધીઓ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે અને તાજેતરમાં જ સુરક્ષા કર્મચારીઓ પર પથ્થરો અને ઈંટો ફેંકી હતી તેમજ વાહનોમાં તોડફોડ કરી હતી. વિરોધ 72 કલાકની હડતાલ તરીકે શરૂ થયો હતો, જે હવે બીજા 24 કલાક માટે લંબાવવામાં આવ્યો છે.
હડતાળના કારણે સેવાઓ પ્રભાવિત
આ હડતાળને કારણે વૈષ્ણોદેવીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટેની કેટલીક મહત્વપૂર્ણ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ઘોડા, ગાડી અને પાલખી સેવાઓ હાલમાં બંધ છે, અને તે ક્યારે ફરી શરૂ થશે તેની કોઈ માહિતી નથી. આ ઉપરાંત, કટરાથી ભવન તરફના માર્ગ પરની દુકાનો પણ બંધ રહેશે, પરંતુ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડની દુકાનો અને સંસ્થાઓ ખુલ્લી રહેશે.