RSS પ્રમુખ મોહન ભાગવત બોલ્યા - 1930થી જ દેશમાં મુસલમાનોની વસ્તી વધારવાની કોશિશ, આ બતાવ્યુ કારણ

બુધવાર, 21 જુલાઈ 2021 (23:26 IST)
દેશમાં વસ્તી નિયંત્રણને લઈને ઉભા થયેલ વિવાદ વચ્ચે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે દેશમાં 1930 થી જ મુસ્લિમ વસતી વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેથી વર્ચસ્વ વધારીને તેને પાકિસ્તાન બનાવી શકાય. ભાગવતે કહ્યુ કે આવુ કરીને તેઓ પોતાના હેતુમાં થોડા ઘના સફળ પણ થઈ ગયા અને દેશના ભાગલા થઈ ગયા. તેમણે એ પણ કહ્યુ કે જે સ્થાન પર તે (મુસ્લિમ) બહુસંખ્યક હતા, ત્યાથી એ લોકોને એ લોકોને કાઢી નાખવામાં આવ્ય જે તેમનાથી જુદા હતા. 
 
સિટિજનશિપ ડિબેટ ઓવર એનઆરસી એંડ સીએએ-અસમ એંડ ધ પોલિટિક્સ ઓફ હિસ્ટ્રી (એનઆરસી અને સીસીએએ-અસમ પર નાગરિકતાને લઈને ચર્ચા અને ઈતિહાસની રાજનીતિ) શીર્ષકવાળુ પુસ્તકના વિમોચન પછી ભાગવતે કહ્યુ, '1030થી યોજનાબદ્ધ રીતે મુસલમાનોની સંખ્યા વધારવાનો પ્રયાસ થયો. તેનુ કારણ જેવુ બતાવ્યુ ગયુ કે કોઈ અહી સંત્રાસ હતો તેથી અહી સંખ્યા વધે તેમ નહોતુ.  આર્થિક કોઈ જરૂરિયાત હતી એવુ નથી. એક યોજનાબદ્ધ એવો વિચાર હતો કે જનસંખ્યા વધારીશુ, પોતાનુ વર્ચસ્વ પોતાના પ્રભુત્વ સ્થાપિત કરશે, અને પછી આ દેશને પાકિસ્તાન બનાવશે.   આ આખુ પંજાબ વિશે હતુ. આ જ  સિંઘ, અસમ અને બંગાલ માટે હતુ. 
 
 
ભાગવતે કહ્યુ કે થોડી માત્રામાં આ સત્ય થઈ ગયુ, ભારતના ભાગલા થઈ ગયા. પણ તે જેવુ જોઈએ એવુ નહોતુ. અસમ ન મળ્યુ, બંગાળ અડધુ જ મળ્યુ, પંજાબ અડધુ જ મળ્યુ. વચ્ચે કોરિડોર જોઈતો હતો તે ન મળ્યો. તો પછી જે માંગીને મળ્યુ તે મિલા જે ન મળ્યુ તે કેવી રીતે લેવુ એવો પણ વિચાર પણ ચાલ્યો. તેથી બે પ્રકાર થઈ ગયા, કેટલાક લોકો ત્યાથી આવતા હતા પીડિત થઈને, શરણાર્થીના રૂપમાં, અને કેટલાક લોકો આવતા હતા,  જાણતા અજાણતા હશે, પણ સંખ્યા વધારવાના ઉદ્દેશ્યથી આવતા હતા. આ માટે તેમને મદદ મળતી હતી અને મળે છે આજે પણ. 
 
મુસલમાનોની વસ્તી વધારવા પાછળ ઉદ્દેશ્યો વિશે સંઘ પ્રમુખે આગળ કહ્યુ, જેટલો ભૂભાગ પર અમારી સંખ્યા વધશે ત્યા બધુ અમારા જેવુ હશે, જે અમારાથી જુદા છે એ અમારી દયા પા રહેશે અથવા નહી રહે.  પાકિસ્તાનમાં આ જ થયુ, બાંગ્લાદેશમાં આવુ થયુ, તે પણ પહેલા પાકિસ્તાન જ હતુ. ચારવાર તો તેમને બહાર કરવામાં અઅવ્યા જે જુદા હતા. બહુસંખ્યક જે જુદા હતા તેમને કાઢવામાં આવ્યા.  કારણ કશુ નહોતુ, તે  જુદા હતા આ કારણ હતુ. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર