સુબ્રમણ્યમ સ્વામીનુ વિવાદિત નિવેદન - કોકીનનો નશો કરે છે રાહુલ ગાંધી

શુક્રવાર, 6 જુલાઈ 2018 (13:48 IST)
પંજાબ સરકાર દ્વારા દરેક કર્મચારીનો ડોપ ટેસ્ટ કરાવવાના નિર્ણય પછી રાજનીતિ ગરમાઈ ગઈ છે. તેને લઈને નિવેદનબાજી શરૂ પણ થઈ છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યુ છે. સ્વામી મુજબ કોંગ્રેસને રાહુલ ગાંધીનો ડોપ ટેસ્ટ કરાવવો જોઈએ.  કારણ કે તેઓ પણ કોકીનનો નશો કરે છે. જો કે તેમના આ નિવેદનને લઈને મોટો વિવાદ ઉભો થઈ શકે છે. 
 
ડોપ ટેસ્ટમાં રાહુલ થશે ફેલ 
 
સ્વામીએ હરસિમરત કૌર બાદલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે કેન્દ્રીય મંત્રીએ 70 ટકા પંજાબીઓને નશેડી કહેનારા કોંગ્રેસ નેતાઓ પર જે કટાક્ષ કર્યો છે તેમા રાહુલ ગાંધીનો પણ સમાવેશ છે. એટલુ જ નહી ભાજપા નેતાએ દાવો કર્યો કે જો કોંગ્રેસ અધ્યક્ષ ડોપ ટેસ્ટ કરાવે છે તો ચોક્કસ જ તેમા ફેલ થઈ જશે. 
 
પંજાબ સરકાર નશા વિરુદ્ધ આંદોલન ચલાવી રહી છે 
 
ઉલ્લેખનીય છે કે પંજાબ સરકાર તરફથી મુખ્યમંત્રી અમરરિંદર સિંહ નશાના વેપાર અને તેનુ સેવન કરનારા વિરુદ્ધ આંદોલન ચલાવી રહી છે.  પંજાબના સીએમે ફક્ત ભરતી દરમિયાન જ નહી પણ દર વર્ષે થનારા પ્રમોશન અને એનુઅલ રિપોર્ટ તૈયાર કરવા દરમિયાન પણ કર્મચારીઓનો ડોપ ટેસ્ટ કરાવવા માટે નિયમ બનાવવા અને નોટિફિકેશન રજુ કરવાનો આદેશ આપ્યો છે.  જેના પર હરસિમરત કૌર બાદલે કહ્યુ હતુ કે આ ટેસ્ટને જરૂર કરાવવો જોઈએ પણ સૌ પહેલા એ નેતાઓએ પોતાનો ટેસ્ટ કરાવવો જોઈએ જેમણે પહેલા પણ 70 ટકા પંજાબીઓને નશેડી કહ્યા હતા. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર