વીજળી સંકટ પર રાહતના સમાચાર - કેન્દ્રીય મંત્રી બોલ્યા - દેશમાં કોલસાની કમી નથી, 24 દિવસનો કોલ સ્ટોક

સોમવાર, 11 ઑક્ટોબર 2021 (17:17 IST)
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત 6 રાજ્યોમાં વીજ સંકટનો અવાજ શરૂ થયો છે. રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસે વીજ કટોકટીનો સામનો કરવા માટે ક્વોટા પ્રમાણે રાજ્યનો કોલસો પુરવઠો વધારવાની માંગ કરી છે. દિલ્હીના પાવર મંત્રાલય BSES અને ટાટા પાવરના અધિકારીઓએ પાવર પ્લાન્ટમાં કોલસાની અછત અંગે કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહને મળ્યા હતા. ઉર્જા મંત્રીએ ખાતરી આપી છે કે દિલ્હીને જરૂરી વીજ પુરવઠો મળી રહ્યો છે અને તે ચાલુ રહેશે.
 
દેશમાં વીજળી સંકટ પર રાહતના સમાચાર, ઉર્જા મંત્રી બોલ્યા દેશમાં કોલસો પર્યાપ્ત, 24 દિવસનો કોલ સ્ટોક 
કોલસાની અછત અને વીજળી સંકટને લઈ રાજ્યોએ કરેલી ફરિયાદ વચ્ચે આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં વીજળી મંત્રી આર કે સિંહ, કોલસા મંત્રી પ્રહલાદ જોશી અને એનટીપીસીના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.દિલ્હીના ઉર્જા મંત્રીએ શું કહ્યુંબિહાર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, રાજસ્થાન, કેરળ અને કર્ણાટક સહિત અનેક રાજ્યોએ કોલસાની અછતની ફરિયાદ કરી છે. આજે દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, નેશલન થર્મલ પાવર કોર્પોરેશને શહેરને આપવામાં આવતો ચાર હજાર મેગાવોટ વીજળીનો પૂરવઠો અડધો કરી નાંખ્યો છે. જે બાદ દિલ્હી સરકાર મોંઘી ગેસ આધારિત વીજળીની સાથે ઉચ્ચ વ્યાજ દરે વીજળી ખરીદવા મજબૂર બની છે.
 
24 દિવસ ચાલે તેટલો સ્ટોક હોવાનો સરકારનો દાવોઅનેક રાજ્યોમાં બ્લેકઆઉટ અંગે લોકોમાં ભય ફેલાયો છે ત્યારે કોલસા મંત્રીએ વીજ પુરવઠાની સમસ્યાને માત્ર અફવા ગણાવી છે. તેમણે રાજ્ય સરકારો સહિત બધાને આશ્વાસન આપતાં કહ્યું કે, વીજળીનો પુરવઠો ખોરવાઈ જવાનું જોખમ નથી. કોલ ઈન્ડિયા પાસે 24 દિવસ ચાલે એટલો સ્ટોક ઉપલબ્ધ છે. દેશમાં આ વર્ષે કોલસાનું વિક્રમી ઉત્પાદન થયું છે ત્યારે કોલસાની ખાણો ધરાવતાં રાજ્યોમાં મૂશળધાર વરસાદના કારણે વીજએકમોને કોલસો પૂરો પાડવાની સપ્લાઇ લાઇન ખોરવાઈ જતાં ઘણા રાજ્યોમાં વીજ ઉત્પાદન પર તેની અસર થઈ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર