31 માર્ચના રોજ ખુલશે નીતા મુકેશ અંબાની કલ્ચરલ સેન્ટરના દરવાજા

ગુરુવાર, 30 માર્ચ 2023 (23:23 IST)
નીતા મુકેશ અંબાની કલ્ચરલ સેન્ટર સજીને લોન્ચ માટે તૈયાર છે. શુક્રવારે દર્શકો માટે કલ્ચરલ સેન્ટરનાં દરવાજા ખુલી જશે. લોન્ચ પ્રસગે પુરા ત્રણ દિવસ બ્લોકબસ્ટર શો રહેશે. જેમાં દેશ-વિદેશનાં કલાકારો, બોલીવુડ અને હોલિવુડની હસ્તિયો સાથે અનેક ગણમાન્ય વ્યક્તિઓ પણ હાજરી આપે એવી આશા છે.  લોન્ચનાં એક દિવસ પહેલા રામનવમીના શુભ અવસર પર કલ્ચરલ સેન્ટર પહોચીને નીતા અંબાનીએ વિધિપૂર્વક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચનાં પણ કરી.  
 
લોન્ચ સમયે "સ્વદેશ" નામથી એક વિશેષ કલા અને હસ્તકલા પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે. 'ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલઃ સિવિલાઈઝેશન ટુ નેશન' નામનું એક મ્યુઝિકલ નાટક પણ આયોજિત થશે.  ભારતીય વસ્ત્ર પરંપરાને દર્શાવતું 'ઇન્ડિયા ઇન ફેશન' નામનું એક પરિધાન આર્ટ એક્ઝિબિશન યોજાશે. સાથે જ ભારતની સાંસ્કૃતિક પરંપરાઓની દુનિયા પર અસર દર્શાવતો 'સંગમ' નામનો એક વિઝ્યુઅલ આર્ટ શો પણ યોજાશે.
 
નીતા મુકેશ અંબાની કલ્ચરલ સેન્ટર દેશનો પોતાનુ એક પહેલુ સાંસ્કૃતિક કેન્દ્ર છે. ભારતીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોના પ્રદર્શન માટે તેમાં 16 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલું ચાર માળનું આર્ટ હાઉસ છે. 8,700 સ્વારોવસ્કી સ્ફટિકોથી શણગારેલું અદભૂત કમળ થીમ આધારિત ઝુમ્મર છે. 2000 બેઠકો ધરાવતું ગ્રાંડ થિયેટર છે. જેમાં દેશનો સૌથી મોટો ઓરકેસ્ટ્રા પીટ બનાવવામાં આવ્યુ છે. નાના પ્રદર્શનો અને કાર્યક્રમો માટે 'સ્ટુડિયો થિયેટર' અને 'ધ ક્યુબ' જેવા શાનદાર  થિયેટર છે. આ બધામાં એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  
નીતા અંબાણીએ આ પ્રસંગે કહ્યું, “કલ્ચરલ સેન્ટરના સપનાને સાકાર રૂપ આપવુ, મારી માટે એક પવિત્ર યાત્રા સમાન રહ્યું છે. અમે એક એવી જગ્યા બનાવવા માંગીએ છીએ જ્યાં આપણો સાંસ્કૃતિક વારસો ખીલે. પછી ભલે તે સિનેમા હોય કે સંગીત, નૃત્ય હોય કે નાટક, સાહિત્ય હોય કે લોકકથાઓ, કલા હોય કે હસ્તકલા, વિજ્ઞાન હોય કે આધ્યાત્મ.  કલ્ચરલ સેન્ટરમાં દેશ અને દુનિયાના શ્રેષ્ઠ કલા પ્રદર્શનો શક્ય બનશે. દુનિયાની સર્વશ્રેષ્ઠ કલા અને કલાકારોનું ભારતમાં સ્વાગત થશે."
 
નીતા મુકેશ અંબાની કલ્ચરલ સેન્ટરમાં બાળકો, વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગોને મફત એન્ટ્રી આપવામાં આવશે. સ્કુલ-કોલેજનો આઉટરીચ પોગ્રામ હોય કે કલા-શિક્ષકોનો એવોર્ડ કાર્યક્રમ કે પછી ગુરૂ-શિષ્ય પરંપરાનાં કાર્યક્રમ, આવા બધા પોગ્રામો પર સેન્ટરનું  વિશેષ ધ્યાન રહેશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર