મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મુંબઈ પોલીસે બુધવારે બપોરે ધરપકડ કરી છે. તેમની સાથે બીજેપીના કેટલાક અન્ય નેતાઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડમાં લેવા દરમિયાન બીજેપી કાર્યકર્તાઓએ જોરદાર નારેબાજી કરી. બીજી બાજુ દેવેન્દ્ર ફડણવીસ પોલીસની ગાડીમાં બીજેપીનો ઝંડો લહેરાવતા જોવા મળી રહ્યા છે.
કેમ કરી ધરપકડ
ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય ટોચના બીજેપી નેતાઓ બુધવારે આઝાદ મેદાનમાં NCP નેતા અને લઘુમતી મંત્રી નવાબ મલિકના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. બપોરે મુંબઈ પોલીસે દેવેન્દ્ર ફડણવીસ અને બીજેપીના અન્ય નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. ભાજપના નેતાઓને કસ્ટડીમાં લીધા બાદ પોલીસે મેટ્રો સિનેમા પાસેના બેરિકેડ્સ પણ હટાવીને રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો કરાવ્યો હતો.