જમ્મુ-કાશ્મીર : શોપિયાના ચિત્રગામમાં આતંકી હુમલો, ગોળીબારમાં એક નાગરિક ઘાયલ

Webdunia
ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (00:22 IST)
જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)માંથી એકવાર ફરી  આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. આ વખતે આ હુમલો શોપિયાં(Shopian)માં થયો છે જ્યાં એક નાગરિકને નિશાન બનાવવામાં આવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ એક નાગરિક પર ગોળીબાર કર્યો, ત્યારબાદ તેને જૈનપોરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
 
પોલીસે જણાવ્યું કે ચિત્રગામમાં શંકાસ્પદ આતંકીઓએ એક વ્યક્તિ પર ફાયરિંગ કર્યુ. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. શરૂઆતના રિપોર્ટ મુજબ, ઘાયલ વ્યક્તિની ઓળખ અબ્દુલ હમીદ લોનના પુત્ર જમીર અહેમદ તરીકે થઈ છે, અને તે વ્યવસાયે દુકાનદાર બતાવાય રહ્યો છે. આ દરમિયાન હુમલાવરોને પકડવા માટે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. 
 
બડગામથી થયો હતો આતંકી હુમલો 
 
આ પહેલા સુરક્ષા દળો પર આતંકી હુમલાના સમાચાર સામે આવ્યા હતા. મંગળવારે પણ બડગામમાં સુરક્ષા દળો પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં એક નાગરિક ઘાયલ થયો હતો જે બાદ વિસ્તારની ઘેરાબંદી કરી દેવામાં આવી હતી. 

સંબંધિત સમાચાર

Next Article