ભારતમાં કોરોના વાયરસના પ્રસારમાં હવે ઘટાડો થયો છે. કોરોનાના નવા મામલા ઘટવાની સાથે સંક્રમણ દરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ મૃત્યુઆંક હજુ ચિંતા વધારી રહ્યો છે ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના નવા કેસો બે લાખના આંકડાની નજીક આવી ગયા છે, પરંતુ દૈનિક મોતની સંખ્યા હજી ચાર હજારની નજીક છે. બુધવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં, કોરોનામાં ફરી એકવાર 4172 લોકો મૃત્યુ પામ્યા છે, જે મંગળવારના આંકડા કરતા વધારે છે. મંગળવારે 21 દિવસ પછી દેશમાં મૃત્યુના આટલા ઓછા 3498 કેસ સામે આવ્યા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં બુધવારે વીતેલા 24 કલાકમાં કોરોના વાયરસના 208,886 નવા કેસ સામે આવ્યા છે. બીજી બાજુ આ દરમિયાન લગભગ 4172 લોકોએ જીવ ગુમાવ્યો છે. મંગળવારે આ જ આંકડો 3,498 હતો. સાથે જ નવા કેસ પણ બે લાખથી ઘટીને 195,815 પર આવ્યા હતા. આ રીતે જોવા જઈએ તો અગાઉના દિવસોની તુલનામાં કોરોનાના કેસમાં ફરી મોટો વધારો જોવા મળ્યો છે. કોરોનાના સૌથી વધુ મામલા મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં જોવા મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, દેશમાં કોરોના વાયરસના કુલ કેસ 2,71,56,382 ને પાર કરી ગયા છે, જેમાંથી એક્ટિવ કેસની સંખ્યા 24,90,876 છે. આરામની વાત એ છે કે કોરોનાથી ઠીક થનારા દર્દીઓની ગતિમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 2,43,43,299 કોરોના સંક્રમિત સાજા થયા છે, જેમાંથી 295085 લોકોએ બુધવારે એક જ દિવસમાં કોરોનાને હરાવ્યો. પરંતુ દેશમાં મૃત્યુઆંક 3 લાખને વટાવી ગયો છે. કોરોનાથી દેશમાં અત્યાર સુધીમાં 311421 લોકોએ જીવ ગુમાવ્યો છે.
મે મહિનામાં કોરોના વિકરાળ થતો જઈ રહ્યો છે, આ આંકડાથી સમજો