કોંગ્રેસના નેતાનુ લોઝિક - 15 વર્ષની છોકરી બાળકોને જન્મ આપી શકે છે તો લગ્ન માટે વય 21 વર્ષ કેમ ?

Webdunia
બુધવાર, 13 જાન્યુઆરી 2021 (20:56 IST)
મધ્યપ્રદેશમાં, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જન સિંહ વર્માએ છોકરીઓ માટે લગ્નની વય 18 થી વધારીને 21 વર્ષ કરવાના વિચાર સામે વિચિત્ર દલીલ કરી છે. તેઓએ કહ્યું છે કે છોકરીઓ 15 વર્ષની ઉંમરે જ પ્રજનન યોગ્ય બને છે અને 18 વર્ષની ઉંમરે પરિપક્વ થઈ જાય છે તો તેમના લગ્નની ઉંમર 21 વર્ષ કેમ હોવી જોઈએ?
 
 
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મંગળવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે દેશમાં છોકરીઓની લગ્નની વય 21 વર્ષ હોવી જોઈએ. જેને મુદ્દો બનાવીને ચર્ચા થવી જોઈએ. સોમવારે મુખ્યમંત્રીએ સ્ત્રી ગુના નાબૂદીમાં સમાજની ભાગીદારી માટે જાગૃતિ અભિયાનના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, જો છોકરાઓના લગ્નની ઉંમર 21 વર્ષની છે તો છોકરીઓના પરિપક્વતાની ઉંમર પણ 21 વર્ષ જ હોવી જોઈએ.
 
ઉલ્લેખનીય છે  કે, પહેલા પણ દેશમાં લગ્નની ઉંમર નક્કી કરવા માટે કાયદામાં 3 સુધારા થઈ ચુક્યા છે.  પહેલા વર્ષ 1929 માં કે. શારદા એક્ટ હેઠ લગ્નની ઓછામાં ઓછી વય  છોકરાઓ માટે 18 અને છોકરીઓ માટે 14 નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 1978 માં સુધારા પછી આ મર્યાદા છોકરાઓ માટે 21 વર્ષ અને છોકરીઓ માટે 18 વર્ષ કરવામાં આવી.  સાથે જ બાળ લગ્ન નિવારણ અધિનિયમ 2006 હેઠળ આનાથી ઓછે વયમાં લગ્ન ગેરકાયદેસર છે. જે માટે  2 વર્ષની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.
 

સંબંધિત સમાચાર

Next Article