થાકાઝી. કેરલ (Kerala)ના અલાપ્પુઝા જીલ્લાના થાકાઝી પંચાયત (Thakazhy Panchayat)થી બર્ડ ફ્લુ (Bird Flu) ફેલાવવાના સમાચાર સામે આવ્યા છે. એવુ બતાવાય રહ્યુ છે કે પુરક્કડથી મોકલાયેલા બતકોમાં બર્ડ ફ્લુ હોવાની ચોખવટ થઈ છે. જેની સૂચના મળતા જ અધિકરીઓએ પ્રભાવિત વિસ્તારમાં એક કિલો મીટર સુધીના હદમાં બતક, મરઘી અને ઘરેલુ પક્ષીઓને મારવાનો આદેશ આપ્યો છે. ફ્લુના પ્રકોપની સૂચના મળતા જ જીલ્લાધિકારી એ. અલેક્ઝેંડરે સ્થિતિની ચકાસણી કરવા માટે ગુરૂવારે પશુપાલન, સ્વાસ્થ્ય અને પોલીસ વિભાગના અધિકારીઓ સાથે તત્કાલ મીટિંગ પણ કરી.
આ સાથે જ અધિકારીઓએ પ્રભાવિત વિસ્તારના પ્રતિબંધિત ક્ષેત્ર પણ જાહેર કર્યુ છે અને અહી વાહનો અને લોકોની અવરજવરને પણ રોકવામાં આવી છે. જીલ્લાધિકારીએ ફ્લુ સંભવિત વિસ્તારમાં મરઘી અને બતક તેમજ પક્ષીઓના ઈંડા, માંસ વગેરેના વેચાણ પર પણ રોક લગાવી છે.