પૂર્વ નાણાકીયમંત્રી અરુણ જેટલીનુ નિધન

શનિવાર, 24 ઑગસ્ટ 2019 (12:54 IST)
પૂર્વ નાણાકીય મંત્રી અરુણ જેટલીનુ શનિવારે લાંબી બીમારી પછી નિધન થઈ ગયુ. તેઓ 9 ઓગસ્ટથી એમ્સમાં દાખલ હતા.   
 
જેટલી (66)ને શ્વસ લેવામાં પરેશાની અને બેચેનીની ફરિયાદ પછી 9 ઓગસ્ટના રોજ એમ્સમાં લાવવામાં આવ્યા હતા. એમ્સે 10 ઓગસ્ટ પછીથી જ જેટલીના સ્વાસ્થ્ય પર કોઈ બુલેટિન રજુ કર્યુ નહોતુ.  જેટલીએ ખરાબ સ્વાસ્ઘ્યને કારણે 2019ની લોકસભા ચૂંટણી લડી નહોતી. 
 
જેટલીને શ્વાસ લેવામાં તકલીફ પછી 9 ઓગસ્ટના રોજ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રક્ષામંત્રી નિર્મલા સીતારમણ, સંઘ પ્રમુખ મોહન ભાગવત, બસપા નેતા માયાવતી સહિત અનેક અન્ય દિગ્ગજ નેતા તેમની હાલચાલ જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. 


નોંધનીય છે કે, જેટલી વ્યવસાયે વકીલ હતા અને તેઓ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રિમંડળનો એક મહત્વનો ભાગ હતા. તેમણે નાણા મંત્રાલય અને રક્ષા બંને મંત્રાલયનો કાર્યભાળ સંભાળ્યો હતો અને તે સરકારના પ્રમુખ સંકટમોચન સાબિત થયા. .
 
બીજેપીને વર્તમન મુકામ અપાવવાનો શ્રેય મોદી અને અમિત શાહની જોડીને જાય છે .. તો મંઝીલની તરફનો રસ્તો સપાટ બનાવી રાખવાનુ ક્રેડિટ ફક્ત અરુણ જેટલીને મળશે.  2002ના ગુજરાતના રમખાણોને લઈને મોદીને જે પણ કાયદાકીય પડકારોનો સામનો કરવો પડતો હતો.. તે સમય અરુણ જેટલી સંકટમોચક બનીને દરેક અવરોધ દૂર કરતા રહ્યા. ફક્ત સંકટમોચક જ નહી  પણ મોદીના ગુજરાતમાં રહેતા અને પછી દિલ્હી સુધી જવામાં પણ જેટલીએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. 
 
2014માં તેઓ અમૃતસર લોકસભાની બેઠક પરથી હારી ગયા. આમ છતાં નરેન્દ્ર મોદીએ તેમને પ્રધાનમંડળમાં લીધા અને નાણાં તથા સંરક્ષણ જેવાં મહત્ત્વનાં મંત્રાલયો તેમને સોંપ્યાં હતાં.
 
તેઓ નાણામંત્રી હતા તે ગાળામાં જ નરેન્દ્ર મોદીએ નોટબંધી અને જીએસટી લાગુ કરવા જેવા મહત્ત્વના નિર્ણયો લીધા હતા.
 
હાલમાં અમિત શાહને નરેન્દ્ર મોદીના સૌથી નિકટવર્તી માનવામાં આવે છે, પરંતુ એક સમય હતો કે જ્યારે અરુણ જેટલી નરેન્દ્ર મોદીના સૌથી નજીકના નેતા મનાતા હતા.
 
ગયા વર્ષે જેટલીની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. તેમની તબિયત સારી ના હોવાથી તેમણે 2019માં ચૂંટણી ના લડવાનું નક્કી કર્યું હતું. તેમણે સામેથી આ માટેની જાહેરાત કરી હતી.  લાંબા સમયથી તે ડાયાબિટિસની પીડિત હતા. પોતાના વધતા વજનને ઠીક કરવા સપ્ટેમ્બર 2014માં તેમણે બેરિયાટ્રિક સર્જરી પણ કરાવી હતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર