IPL AUCTION 2020: કોણ બનશે લીગનો સૌથી મોંઘો ખેલાડી, આ નામ છે સૌથી ઉપર

ગુરુવાર, 19 ડિસેમ્બર 2019 (14:44 IST)
આઈપીએલની આજે કલકત્તામાં થનારી હરાજીમાં કયો ખેલાડી સૌથી મોંઘો બંનશે આ સવાલ આ સમયે ક્રિકેટ જગતમાં યક્ષ પ્રશ્ન બન્યો છે.  આઈપીએલ લીલામી માટે રજિસ્ટર્ડ 971 ખેલાડીઓને ઘટાડીને 332 કરી દેવામાં આવ્યા છે. જેમા ભારતના 19 કૈપ્ડ ખેલાડીનો સમાવેશ છે. લીલામીમાં 73 ખેલાડીઓએન ખરીદવાના છે જેમા વિદેશીઓની સંખ્યા 29 રહેશે. 
 
ઓલરાઉંડર ગ્લેન મૈક્સવેલ અને ક્રિસ મૉરિસ અને ઝડપી બોલર પૈટ કર્મિસને મોટી કિમંત મળવાની આશા છે.  હરાજીની શરૂઆત સાત બેટ્સમેનની લીલામી દ્વારા થશે. જેમા આરોન ફિંચ, ક્રિસ ગિલ, જૈસન રોય, ઈયોન મોર્ગન અને રોબિન ઉથપ્પાનો સમાવેશ છે. અંતિમ યાદીમા6 24 નવા ખેલાડીઓ જોડવામાં આવ્યા છે. જેના નામની ફ્રેંચાઈજી ટીમોએ ભલામણ કરી અહ્તી. 
 
આ નવા નામમાં વેસ્ટ ઈંડિઝના ઝડપી બોલર કેસરિક વિલિયમ્સ, ઓસ્ટ્રેલિયાના ડેન ક્રિસ્ટિયન અને લેગ સ્પિનર એડમ જમ્પા, બાંગ્લાદેશના પૂર્વ કપ્તાન મુશફિકુર રહીમ અને સરેના 21 વર્ષીય બેટ્સમેન વિલ જૈક્સનો સમાવેશ છે. વિલિયમ્સએ યૂએઈમાં લંકાશાયર વિરુદ્ધ સત્ર પહેલા ટી 10 મેચમા માત્ર 25 બોલમાં સેંચુરી મારી અહ્તી. 
 
હરાજીમાં એ ખેલાડીઓના કૌશલના હિસાબથી રાખવામાં આવ્યુ છે. લીલામીમાં ખેલાડીઓને વેચાવવાના ક્રમમાં બેટ્સમેન, ઓલરાઉંડર, વિકેટકિપર-બેટ્સમેન, ઝડપી બોલર અને સ્પિનરના રૂપમાં રહેશે. 
હરાજી પહેલા કૈપ્ડ ખેલાડી વેચાશે અને પછી અનકૈપ્ડ ખેલાડીઓનો નંબર આવશે. 
 
મૈક્સવેલ, કર્મિસ જોશ હેઝલવુડ, મિશેલ માર્શ, ડેલ સ્ટેન અને એંજેલો મૈથ્યુઝએ પોતાનુ આધાર મુલ્ય બે કરોડ રૂપિયા રાખ્યુ છે. ભારતીયમાં રોબિન ઉથપ્પાએ પોતાનુ આધાર મુલ્ય દોઢ કરોડ રૂપિયા રાખ્યુ છે 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર