Jayeshbhai Jordaar: રણવીર સિંહની ફિલ્મ જયેશભાઈ જોરદારનુ ટ્રેલર રીલીઝ, કોમેડી સાથે સામાજીક કુરિવાજ પર ઉઠશે સવાલ

મંગળવાર, 19 એપ્રિલ 2022 (18:07 IST)
પોતાના દરેક પાત્ર દ્વારા દર્શકોના દિલો દિમાગ પર એક જુદી છબિ બનાવનારા અભિનેતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ જયેશભાઈ જોરદારનુ ટ્રેલર આજે રજુ થઈ ગયુ છે. આ ફિલ્મમાં તે પોતાની ધાકડ છબિથી કંઈક જુદા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં રણવીર સિંહે એક ગુજરાતી પાત્ર ભજવ્યુ છે. બીજી બાજુ બોમન ઈરાની રણવેર સિંહના પિતાના પાત્રમાં છે.  જે કે ગામના સરપંચ બન્યા છે. ફિલ્મના ટ્રેલરનો દર્શકો ઘણા લાંબા સમયથી રાહ જોઈ  રહ્યા હતા. આ ફિલ્મમાં કોમેડી સાથે સોશિયલ મેસેજ પણ આપવામાં આવ્યો છે. આ ફિલ્મ 13 મે ના રોજ સિનેમાઘરમાં રજુ થવા માટે તૈયાર છે. ફિલ્મની સ્ટોરીમાં છોકરા-છોકરી વચ્ચેના ભેદભાવને બતાવ્યો છે. 
 
ટ્રેલરની શરૂઆતમાં ગામમાં સરપંચની સામે એક બાળકીની ફરિયાદથી શરૂ થાય છે. તે કહે છે કે છોકરાઓ શાળાની સામે દારૂ પીને છોકરીઓને હેરાન કરે છે… તેથી તમે દારૂ  બંધ કરો. બોમન ઈરાનીનો આ જવાબ તમને માથું પકડવા મજબૂર કરી દેશે. . આ ફિલ્મમાં રણવીર સિંહ એક બાળકીનો પિતા બન્યો છે. તે જલ્દી  બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. બીજી વખત, તે છોકરો છે કે છોકરી તે જાણવા માટે લિંગ પરીક્ષણ કરવામાં આવે છે. આખી ફિલ્મ આના પર આધારિત છે.
આ ફિલ્મ એક સામાજીક મુદ્દા પર આધારિત છે. એવુ માનવામાં આવે છે કે રણવીર સિંહ આ ફિલ્મ દ્વારા કોમિક અંદાજમાં લોકોને હસવા પર અને વિચાર કરવા પર મજબૂર કરી દેશે. ફિલ્મની સ્ટોરી ગુજરાતી પુષ્ઠભૂમિ પર છે. તેથી તેમા બોમન ઈરાની પણ ગુજરાતી પાત્રમાં છે. ફિલ્મના ડાયરેક્ટર દિવ્યાંગ ઠક્કર છે. એક ડાયરેક્ટરના રૂપમાં તેમની આ પહેલી ડેબ્યુ ફિલ્મ છે. 
 
 
રણવીર સિંહ ફરી એકવાર જયેશભાઈ જોરદાર દ્વારા કોમેડી દ્વારા ફેન્સને ગલીપચી કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં રણવીર સિંહની સાથે શાલિની પાંડે જોવા મળી રહી છે. સોમવારે રણવીર સિંહે આ ફિલ્મ સાથે સંબંધિત એક પોસ્ટર શેર કર્યું હતું. જેમાં રણવીરના હાથમાં એક અજાત બાળક જોવા મળ્યું હતું. હવે ધનસુખનું ટ્રેલર જોયા બાદ ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા વધી ગઈ છે
બોલિવૂડ સ્ટાર રણવીર સિંહે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રેલર લૉન્ચ વખતે કહ્યું કે તેની આગામી ફિલ્મ 'જયેશભાઈ જોરદાર' ચાર્લી ચૅપ્લિનની ફિલ્મો જેવી છે, જે સામાજિક મુદ્દાઓને હાઈલાઈટ કરે છે. રણવીર સિંહે કહ્યું, 'આ ફિલ્મ એક સંદેશ આપશે. તેમણે કહ્યું- જીવનમાં અમે અમારા શાળાના દિવસોમાં કન્યા ભ્રૂણ હત્યાના ગંભીર મુદ્દા વિશે સાંભળ્યું હતું અને પછી વિચાર્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે, જોકે સમાજમાં હજી પણ આવું થાય છે. રણવીરે કહ્યું- આ એવા સામાજિક રોગો છે જે હજુ પણ પ્રચલિત છે. જ્યારે રણવીરને પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે તે ભવિષ્યમાં છોકરો પસંદ કરશે કે છોકરી. ત્યારે 36 વર્ષીય અભિનેતાએ કહ્યું- આ મારી પસંદગી નથી, ભગવાનની ઈચ્છા છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર