ભારતીય તટરક્ષક દળે 21 જુલાઈ, 2021ના રોજ ગુજરાતના ઉમરગામમાં ફસાયેલા મોટર વેસેલ (એમવી) કંચનના તમામ 12 ક્રૂને બચાવવામાં આવ્યા. મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (એમઆરસીસી) મુંબઇને 21 મી જુલાઈ, 2021ના બપોરે ડી.જી. કમ્યુનિકેશન સેન્ટર, મુંબઇ પાસેથી માહિતી મળી કે એમવી કંચન બળતણનું દૂષિત થવાને કારણે ફસાયેલું છે, જેના કારણે એન્જિન કામ નથી કરી રહ્યું અને ખરાબ હવામાનની સ્થિતિને લીધે ત્યાં કોઈ વીજળી નથી. મોડી સાંજે જહાજના માલિકે જાણ કરી કે એમવી કંચન, સ્ટીલના કોઇલને કાર્ગો તરીકે લઈ જઈ રહ્યું હતું, એન્કર નીચે ઉતરી ગયું અને સ્ટારબોર્ડ (જમણી બાજુ) તરફ ઝુકી રહ્યું હતું.
ડી.જી. શિપિંગ, મુંબઇ દ્વારા ફસાયેલા જહાજને મદદ કરવા માટે ઇમર્જન્સી ટોઈંગ વેસલ (ઇટીવી) વોટર લિલી પણ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત, વહાણના માલિકો દ્વારા વહાણને સહાય આપવા માટે બે ટગ ગોઠવવામાં આવી છે.