Coronavirus India Live Updates: દેશમાં પાંચ લાખને પાર પહોંચી કોરોના સંક્રમિતોની સંખ્યા, મૃતકોની સંખ્યા 15685

શનિવાર, 27 જૂન 2020 (16:09 IST)
ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છ્હે. શનિવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજુ આંકડા મુજબ  દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો  સંખ્યા પાંચ લાખને પાર પહોંચી ગયો છે. અત્યાર સુધી કુલ 50,895 પોઝીટીવ કેસ સામે આવી ચુક્યા છે. આ ખતનાક વાયરસને હરાવવામાં અત્યાર સુધી 295881 લોકોને સફળતા મળી છે બીજી બાજુ મરનારાઓની સંખ્યા 15685 પર પહોંચી ગઈ છે.  એકવાર ફરી 24 કલાકમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.  આ દરમિયાન 18552 નવા કેસ સામે આવ્યા છે. અમે 384ના મોત થયા છે.  રિકવરી ટેસ્ટમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે.  જે 58.13 ટકા પર પહોંચી ગયો છે. 
 
 
છેલ્લા 24 કલાકમાં 384 સંક્રમિતોનાં મૃત્યું નોંધાયાં, જે સાથે દેશમાં સંક્રમિતોનો અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 15,685 થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે હાલ દેશમાં એક લાખ 97 હજાર 387 ઍક્ટિવ કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના સંક્રમણ બાદ સાજા થયેલા દર્દીઓની સંખ્યા બે લાખ 85 હજાર 881 થઈ છે.તો એએનઆઈ અનુસાર ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડા પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં થયેલાં પરીક્ષણોની સંખ્યા 79 લાખ 96 હજાર 707 છે.
 
સ્વાસ્થ્ય મંત્રાલયના સત્તાવાર આંકડા પ્રમાણે દેશમાં ગઈકાલે સવાર સુધી કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 490,401 હતી. પરંતુ દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્યો મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુના નવા આંકડાને જોડી દેવામાં આવે તો દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા પાંચ લાખને પાર પહોંચી ગઈ છે. 
 
મહારાષ્ટ્રમાં શુક્રવારે 5024 નવા કેસ નોંધાયા છે. તો દેશની રાજધાની દિલ્હીમાં 3460 નવા કેસ સામે આવ્યા છે. આ સિવાય તમિલનાડુમાં પણ 3645 નવા દર્દીઓ સામે આવ્યા છે.  તો દેશમાં પાછલા 24 કલાકમાં સંક્રમણના નવા 18,552 કેસ નોંધાયા, જે 24 કલાકમાં નોંધાયેલા દર્દીઓનો નવો વિક્રમી આંક છે.
 
સમાચાર એજન્સી એએનઆઈએ આપેલા સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં હવે સંક્રમિતોની કુલ સંખ્યા પાંચ લાખ આઠ હજાર 953 થઈ છે.
પાછલા 24 કલાકમાં 384 સંક્રમિતોનાં મૃત્યું નોંધાયાં, જે સાથે દેશમાં સંક્રમિતોનો અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 15,685 થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે હાલ દેશમાં એક લાખ 97 હજાર 387 ઍક્ટિવ કેસ છે.
 
દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના સંક્રમણ બાદ સાજા થયેલા દર્દીઓની સંખ્યા બે લાખ 85 હજાર 881 થઈ છે. તો એએનઆઈ અનુસાર ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડા પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં થયેલાં પરીક્ષણોની સંખ્યા 79 લાખ 96 હજાર 707 છે. 26 જૂનના દિવસે બે લાખ 20 હજાર 479 પરીક્ષણ કરવામાં આવ્યાં.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર