કમાણીના મામલે ગહલોત, પાયલોટથી ખૂબ આગળ છે કમલનાથ, સૌથી શ્રીમંત સીએમને પણ છોડ્યા પાછળ

શુક્રવાર, 14 ડિસેમ્બર 2018 (16:44 IST)
મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી પદની શપથ લેનારા અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથ કમાણીના મામલે ફક્ત પોતાના સહયોગીઓથી ખૂબ આગળ છે. જેથી દેશના સૌથી શ્રીમંત મુખ્યમંત્રીને પણ પાછળ છોડી દીધા છે. 
 
કમલનાથ હાલ મધ્યપ્રદેશની છિંદવાડા લોકસભા સીટ પરથી સંસદ સભ્ય છે. જો કે તેમને પડોશી રાજ્ય રાજસ્થાનમાં પોતાની જ પાર્ટીના દિગ્ગજ નેતા અશોક ગહલોત અને સચિન પાયલટ જે આ રાજ્યના હાલ સંભવિત મુખ્યમંત્રી પદના દાવેદાર છે ને પણ પાછળ છોડી દીધા છે. 
સચિનની કમાણી ગહલોતથી વધુ 
 
જો કે રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ સચિન પાયલટની સંપત્તિ પણ અશોક ગહલોત કરતા વધુ છે. ગહલોત પાસે 4 કરોડ 44 લાખ રૂપિયાની ચલ અચલ સંપત્તિ છે. જ્યારે કે સચિન પાયલટ પાસે 6 કરોડ 39 લાખ રૂપિયાની સંપત્તિ છે. 
 
કમાણીના મામલે ટોચના 5 નેતા 
 
કમલનાથ - એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર)ની 2014માં રજુ કરવમાં આવેલ રિપોર્ટ મુજબ કમલનાથની કુલ સંપત્તિ 187 કરોડ રૂપિયા હતી. જેમા 7.09 કરોડની ચલ અને 181 કરોડની અચલ સંપત્તિ હતી. દેખીતુ છેકે છેલ્લા ચાર વર્ષમાં તેમા ખૂબ વૃદ્ધિ થઈ છે. પણ હાલ આ આંકડા મળ્યા નથી. 
 
ચંદ્રબાબૂ નાયડૂ - દેશના મુખ્યમંત્રીઓમાં સૌથી વધુ શ્રીમંત આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબૂ નાયડૂ છે. જેમની પાસે ફેબ્રુઆરી 2018 સુધી કુલ 177 કરોડની સંપત્તિ હતી. 
 
પ્રેમા ખાંડૂ - અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમા ખાંડૂ આ લિસ્ટમાં બીજા નંબર પર છે. વર્ષ 2014માં  થયેલ વિધાનસભા ચૂંટણીમાં તેમણે 129.57 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. 
 
અશોક ગહલોત - ગહલોતની પાસે પોતાના   92,47,523 રૂપિયા અને પત્નીના નામ પર 52,21,839.75 રૂપિયા ચલ સંપત્તિ છે. ગહલોતની પાસે ખુદના નામે 4 કરોડ 59 લાખ્ક રૂપ્યા 950 રૂપિયાની અચલ સંપત્તિ છે.  જ્યારે કે પત્ની પાસે ગહલોત દ્વારા ભેટ આપવામાં આવેલ 50 લાખ રૂપિયાની અચલ સંપત્તિ છે. 
 
સચિન પાયલોટ - પાયલટ પાસે 99 હજાર રૂપિયા રોકડના રૂપમાં છે. પાયલટની સંપત્તિ છેલ્લા 10 વર્ષમાં ઘણી વધી ચુકી છે. 2004માં સંપત્તિનો આંકડો 25 લાખ 55 રૂપિયા થી વધીને  2014માં 5,65,00,000 રૂપિયા થઈ ગયા હતા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર