શું આર્યન ખાન નિર્દોષ છે :હાઇકોર્ટના આદેશ બાદ સેલેબ્સ ભડક્યા,

રવિવાર, 21 નવેમ્બર 2021 (16:14 IST)
સંજય ગુપ્તાએ કહ્યું- 'શાહરુખના પરિવાર સાથે જે થયું તેનું વળતર કોણ ચૂકવશે?'  શાહરુખના દીકરા આર્યન ખાન તથા મિત્રોની ક્રૂઝમાં ચાલતી પાર્ટીમાંથી અટકાયત અને પછી ધરપકડ કરવામાં આવી હતી. 29 ઓક્ટોબરે આર્યનને જામીન મળ્યા હતા. હવે શનિવાર, 21 નવેમ્બરે બોમ્બે હાઇકોર્ટે પુરાવના ના મળવા પર આર્યનનો બેલ ઓર્ડર રિલીઝ કરીને કહ્યું હતું કે તે કોઈ કાવતરાનો હિસ્સો નહોતો. આ વાત બાદ સંજય ગુપ્તા, રામ ગોપાલ વર્મા, કમાલ આર ખાન સહિતના સેલેબ્સ ગુસ્સે થયા છે.
 
બૉમ્બે હાઈકોર્ટે ડ્રગ કેસમાં આર્યન ખાન અને અન્ય બે લોકોને જામીન આપતા કહ્યું કે પ્રાથમિક નજરે આ લોકો વિરૂદ્ધ એવા કોઈ પુરાવા નથી મળ્યા, જેનાથી એ વાત સાબિત થાય કે તેમણે ગુનો કરવા માટે કોઈ ષડયંત્ર રચ્યું હતું.
 
ન્યાયમૂર્તિ એન ડબલ્યૂ સાંબ્રેની બેન્ચ દ્વારા 28 ઑક્ટોબરના રોજ આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને જામીન આપવામાં આવ્યા હતા.
 
કોર્ટે કહ્યું કે આર્યન ખાનના મોબાઇલ ફોનમાંથી લેવામાં આવેલી વૉટ્સઍપ ચૅટમાં ગુના માટે ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેવા કોઈ પુરાવા મળ્યા ન હતા.
 
કોર્ટે કહ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા નોંધાયેલા આર્યનના નિવેદનને તપાસના હેતુથી જ ધ્યાનમાં લેવામાં આવી શકે છે. આરોપીએ એનડીપીએસ ઍક્ટ હેઠળ કોઈ ગુનો કર્યો હોય તેવું તારણ કાઢવા માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર