આરોપીઓ અલગ અલગ બેંકોના ગ્રાહકોનાં ડેટા મેળવીને આ ડેટા બ્લેન્ક માસ્ટર કાર્ડ પર ઇન્સર્ટ કરીને ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા પાસવર્ડ તથા ગ્રાહકના નંબરો લખી બનાવટી કાર્ડ બનાવતા હતાં. જો કે તેઓ ગ્રાહકોનાં ડેટા ક્યાંથી મેળવતા હતાં અને આ ડેટા કાર્ડમાં ઇન્સર્ટ કોણ કરતું હતું તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ આરોપીઓ આટલા મોટા પ્રમાણમાં કાર્ડનો જથ્થો લઇને ગુજરાત શા માટે આવ્યાં, અત્યાર સુધીમાં તેમણે કોની કોની સાથે છેતરપિંડી કરી છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને આશંકા રહેલી છે કે, આ ગેંગમાં હજી પણ અન્ય કેટલાક આરોપીઓ સંડોવાયેલા છે. હાલમાં પોલીસએ આ બંન્ને આરોપીઓ પાસેથી 45 જેટલા કાર્ડ, 1 કેમેરાની બેટરી અને 1 મોબાઇલ ફોન કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી છે.