ગુજરાતનો દરિયો તોફાની,બંદરો પર સિગ્નલ-૩ લાગ્યા

બુધવાર, 29 જૂન 2022 (11:13 IST)
રાજ્યમાં વરસાદનું આગમન થઇ ગયું છે. રાજ્યના કેટલાંક વિસ્તારોના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. એવામાં રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલાંક બંદરો પર 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. અરબી સમુદ્ર (Arabian Sea) માં લો-પ્રેશર સર્જાયું છે જેના લીધે વેરાવળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. લો-પ્રેશરના પગલે દરિયો તોફાની બન્યો છે. આથી, 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી. સૌરાષ્ટ્રના મુંદ્રા, નવલખી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર તેમજ દહેજ અને ભરૂચ, સહિતના બંદરો એલર્ટ પર છે.
 
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આગામી 48 કલાક સુધીમાં 40થી 60 કિ.મીની ઝડપે પવન ફુંકાઇ શકે છે. બીજી બાજુ ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશના કારણે દરિયો તોફાની બન્યો છે
 
બે સપ્તાહથી સુસ્ત નૈઋત્યનું ચોમાસુ અંતે આજે બનાસકાંઠા આજુબાજુના વિસ્તાર અને કચ્છના માત્ર રણપ્રદેશ વિસ્તારને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં છવાયાનું મૌસમ વિભાગે સાંજે સત્તાવાર જાહેર કર્યું છે. 
 
જેના પગલે સૌરાષ્ટ્રમાં આજે જાફરાબાદ, ગીર સોમનાથ સહિતના દરિયામાં તોફાની મોજા ઉછળતા જોવા મળ્યા હતા. માછીમારોને દરિયો નહીં ખેડવા અને લોકોને પણ દરિયાકાંઠે નહીં જવા તાકીદ કરાઈ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર