કોંગ્રેસમાં ઘમાસાન, નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી આપ્યુ રાજીનામુ

મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021 (15:43 IST)
Navjot Singh Sidhu Resign: નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધુ. જોકે, તેમણે કહ્યું છે કે તેઓ કોંગ્રેસમાં જ રહેશે. સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કહ્યું કે તેઓ કોંગ્રેસ પાર્ટીના સભ્ય તરીકે ચાલુ રહેશે.

 
તેમણે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું  "માણસનું પતન સમજૂતીને કારણે થાય છે. હું કોંગ્રેસના ભવિષ્ય અને પંજાબની ભલાઈના એજન્ડા સાથે ક્યારેય સમાધાન કરી શકતો નથી. તેથી, હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી રાજીનામું આપું છું. હું પાર્ટી માટે કામ કરતો રહીશ. પંજાબમાં આજે નવા મંત્રીઓમાં ખાતાનું વિભાજન થયું છે અને થોડા કલાકો બાદ સિદ્ધુએ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી દીધું. જેની પાછળ કેટલાક મહત્વના કારણો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનું કારણ સિદ્ધુની નારાજગી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર