ટ્રાફિક નિયમોના સખત નિયમો લોકોને ગળે ઉતરી રહ્યા નથી અને રાજધાનીમાં એક માથુ ફરેલા યુવકે મેમો કપાતા પોતાની બાઈકમાં જ આગ ચાંપી દીધી. શેખ સરાય વિસ્તારમાં બપોરે ટ્રાફિક પોલીસ નશામાં બાઈક ચલાવવાની શંકામાં એક વ્યક્તિને રોક્યો. પોલીસનો શક સાચો હતો. તેણે જરૂર કરતા વધુ પ્રમાણમાં દારૂ પી રાખ્યો હતો. જ્યાર પછી તેનો મેમો ફાડવામાં આવ્યો. નવા નિયમ હેઠળ દારૂ પીને વાહન ચલાવતા પકડાતા 10 હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે.