એક છોકરી શાળાએ નથી જતી, બકરી ચરાવે છે
એ લાકડીઓને વીણીને ઘરે લાવે છે
પછી માતાની સાથે મળીને રસોઈ બનાવે છે.
એક બાળકી પુસ્તકોનો ભાર વહીને શાળાએ જાય છે
સાંજે એ થાકીને ઘરે આવે છે
એ શાળામાંથી મળેલુ હોમવર્ક, માતા-પિતા પાસે કરાવે છે.
સાંતા ક્લોજ, સાંતા ક્લોજ
મારા ઘર પણ આવજો તમે
લખી લો મારા ઘરનું સરનામુ
ભૂલી ન જતા તમે
ચાર રસ્તેથી ડાબે વળજો
ક્યાંય નહી જશો તમે
એક ઘંટી તમને મળશે
ત્યાં જ ન રોકાતા તમે