શિવભકતોમાં અદકેરૂ મહાત્મય ધરાવતું આ મહાશિવરાત્રી પર્વના આગમન વેળાએ મહાશિવરાત્રીનું રહસ્ય જોઇએ તો કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વષા શ્રેષ્ઠતા અંગેનું વાકયુધ્ધ થતા તે યુધ્ધને અટકાવવા માટે ભગવાન શંકર અગિ્ન મહાલીંગ તરીકે ત્યાં સ્થાપીત થયા. જેનું મુળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાથી તેનો તાગ મળતો નહતો. ભગવાન વિષ્ણુ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વળ્યા. પરંતુ લીંગનો તાગ મળ્યો નહી. જયારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા પરંતુ તેને તાગ મળ્યો નહિ. આમ છતાં તેઓ ખોટુ બોલ્યા કે તેને લીંગનો તાગ મળી ગયો છે.
દુષ્ટ, દુરાચારી, વિદ્રોહીઓના મારક છે. સત્ય, સંયમ, સાત્વીકતાના તારક છે. દૈત્ય સેનાના સંહારક છે. શંખ, ડમરૂ, ત્રિશુલ ધારક છે. ભુતનાથ, ભૈરવાદી રૂદ્રોના પતિ અને સાધુ-જોગીઓના સ્વામી અને ભકતોના ઉપકારક છે.
ભગવાન શ઼કરને અતિમાન કે અભિમાની મંજુર નથી. તેત્રીસ કરોડ દેવતાઓને વશમાં કરનાર રાવણની ત્રણ ઇચ્છા પણ અભિમાનના કારણે જ ભગવાન શંકરે પુરી ન કરી હતી.વૈરાગ્ય શતક'ના રચયીતા ભૃતહરીની પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્યું ન હતું. રાજા ભૃતુહરી સર્વસ્વ ત્યાગીને ફકીર બન્યો. સંત બન્યો, એક પછી એક વસ્તુઓનો ત્યાગ કરતા ગયા. પરંતુ વૈરાગ્યનું અભિમાન જયાં સુધી રહયું ત્યાં સુધી ભગવાન શંકર દુર જ રહયા.
ભકતને ભકિતનું જયાં સુધી અભિમાન રહે ત્યાં સુધી ભગવાન શિવને ભકિત, પુજા, ઉપાસના સ્વીકાર્ય બનતા નથી અને એ જ બ્રહ્માંડનો સર્વકાલીન યમનિયમ છે.