સ્ત્રીઓને કેવા પુરૂષો ગમે છે ?

Webdunia
શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (18:19 IST)
વિપરીત લિંગ પ્રત્યે આકર્ષણ દેખીતુ છે. બંને એકબીજાને ઈમ્પ્રેસ કરવાનો દરેક રીતે પ્રયત્ન કરે છે. આ જ કારણ છે કે સામાન્ય રીતે પુરૂષોને એ વાત જાણવામાં વધુ રસ રહે છે કે પુરૂષોની કંઈ વાત પર મહિલાઓ ફિદા થઈ જાય છે.

પ્યારનો તડકો લગાવવા માટે રાખો આ 10 વાતોના ધ્યાન 

આમ તો દરેકની પસંદ જુદી જુદી હોય છે. છતા પણ આ વિશે હાલ ઘણા રસપ્રદ તારણો બહાર આવ્યા છે.
 
જેના મુજબ સ્ત્રીઓને ભલે ભરાવદાર શરીરવાળા સલમાન કે જોન અબ્રાહમ જેવા પુરૂષો પ્રત્યે આકર્ષિત થતી હોય, પણ સંબંધ બનાવવા માટે તો તેમણે આવડતવાળા પુરૂષોને જ મહત્વ આપે છે.

Surprising Secrets of Guys - છોકરાઓ આ વાત છોકરીઓને બતાવતા નથી

એક અભ્યાસ મુજબ 75 ટકા સ્ત્રીઓએ કહ્યુ કે તેઓ એવા પુરૂષો પ્રત્યે આકર્ષિત વધુ નથી થતી જે પોતાનુ ઘાટીલું શરીર બનાવવા કલાકો કરસત કરતા રહે છે. તેમને એવા પુરૂષો વધુ ગમે છે જે ગેઝેટ અને આધુનિક ટેકનીકની પણ સમજ રાખતા હોય.
જેનુ કારણ છે કે ઘાટીલા શરીરવાળા પુરૂષો માત્ર સેક્સને જ મહત્વ આપે છે. પ્રેમ અને લાગણીઓ સમજતા નથી, જ્યારે કે તીવ્ર બુદ્ધિવાળા અને આધુનિક ટેકનીકના જાણકાર પુરૂષો પ્રેમ અને લાગણી ધરાવે છે. આ ઉપરાંત વસ્તુઓને બનાવવાની આવડત રાખનારા પુરૂષો સાથે રહેવાથી તેમને સારુ લાગે છે. ત્રણમાંથી માત્ર એક સ્ત્રીએ જ ઘાટીલા શરીરવાળા પુરૂષને પસંદ કરવાની વાત કરી

સંબંધિત સમાચાર

Next Article