જો તમારે મોદીને પ્રધાનમંત્રી બનાવવા હોય તો ગાંધીનગરથી ચૂંટણી લડી રહેલા લાલકૃષ્ણ અડવાણીને મત ના આપશો...આવી પત્રિકા બજારમાં આવતાં ફરી એકવાર મોદી, ભાજપ અને અડવાણી વિવાદમાં ઘસડાયા છે.
ગુજરાતની તમામ 26 બેઠકો માટે આજે થઇ રહેલા મતદાનમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે સાત વાગ્યાથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થઇ ગયું છે. રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સવારમાંજ મતદાન કરી બહાર આવ્યા બાદ લોકોને અપીલ કરી હતી કે આજે ...
સઘન સુરક્ષા વચ્ચે ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કા માટે આજે સવારથી લોકસભાની 15 બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયું છે. જોકે અહીંથી કોઇ અનિચ્છનિય બનાવની કોઇ વિગતો બહાર આવી નથી. જ્યારે બપોરની ભારે ગરમીથી બચવા મતદારો સવારથી જ લાઇનમાં જોડાયા છે.
રાજ્યના મુખ્ય ...
તમે ઉંઘમાં તો નથી ને ! આજે જાગવાનો સમય છે. દેશના નાગરિકો માટે આજે અગત્યનો રાષ્ટ્રીય તહેવાર છે. ધર્મ કોઇ પણ હોય પરંતુ આજે તો એક જ ધર્મ અને એ રાષ્ટ્રધર્મ, આજે દરેકે રાષ્ટ્ર ધર્મ નિભાવવાનો છે.
કેન્દ્ર સરકારની રચના માટેની ચૂંટણીમાં મતદાન કરી દેશ ભાવના ...
લોકસભાની ચૂંટણી અંતગર્ત ગુરૂવારે ત્રીજા તબક્કામાં નવ રાજ્યો તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત 11 પ્રાંતમાં 107 બેઠકો માટે મતદાન થશે. જેમાં ગુજરાત રાજ્યની 26 બેઠકો માટે મતદાન થશે.
આજથી જ મતદાન મથકોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રાજ્યમાં ...
પારસમણીની વાર્તાઓ મોટાભાગનાએ સાંભળી હશે, પરંતુ કોઇ એમ કહે કે મારી પાસે પારસમણી છે, તો આપણે કહીએ ભાઇ, રહેવા દેને ગપ્પા મારવાનું, સવારનું કોઇ મળ્યું નથી ? પરંતું અહીં આપણે લોકસેવાની વાતો કરતા એવા મહાશયોની વાત કરવાની છે કે જેમની પાસે સાચે જ પારસમણી ...
ભાજપે ચાલી રહેલી લોકસભા 2009ની ચૂંટણી માટે પી.એમ ઇન વેઇટીંગ તરીકે અડવાણીને પ્રમોટ કર્યા છે એ તો સૌ કોઇ જાણે છે. પરંતુ હાલમાં નવો વિવાદ ઉઠ્યો છે. ભાજપે પેટ ચોળીને વિવાદ ખડો કર્યો છે. ભાજપના જ વરિષ્ઠ નેતા અરૂણ શૌરીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર ...
ગ્વાલિયર. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહે તે સમાચારોનું ખંડન કર્યું છે કે ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી રાજનીતિમાંથી સંન્યાસ લેવાના છે.
રાજનાથે કહ્યું કે અડવાણીએ એવું કઈ પણ નથી કહ્યું કે જો એનડીએને બહુમતિ નહી ...
પ્રજા માનસને ઓળખવું ભારે કામ છે. જનતા વારી જાય તો ખોબલે ખોબલે મત આપે, બાકી જો વિફરે તો ભલભલા મોટા ગજાના નેતાઓને પણ ઉભી પૂંછડીએ ભગાડે અને ઘર ભેગા કરી દે. ગત લોકસભાની ચૂંટણીમાં પણ કંઇ આવું જ થયું હતું. કેન્દ્રના મંત્રી મંડળમાં મંત્રી પદ મળ્યા પછી ...
ભાજપનો ગઢ ગણાતી રાજકોટ બેઠક છેલ્લા છ ટર્મની કમળમાં સમાઇ રહી છે. પરંતુ આ વખતે આ બેઠક પંજો ઝૂંટવી જાય તો નવાઇ નહીં ! કોંગ્રેસે આ વખતે તૈયારી સાથે ઝંપલાવ્યું છે અને એ પણ એક સક્ષણ અને પાણીદાર ઉમેદવાર સાથે. વિધાનસભામાં સતત ચાર ટર્મની જસદણની બેઠક પરથી ...
દેશમાં ચાલી રહેલા ચૂંટણી માહોલમાં ગુજરાતની સ્થિતિ કેટલીક રીતે અલગ છે.અન્ય રાજ્યોમાં રાજકીય પક્ષો વચ્ચે કે બે પ્રતિસ્પર્ધી ઉમેદવારો વચ્ચે ચૂંટણી ખેલાય છે. જ્યારે ગુજરાતમાં મોદી વિરૂધ્ધમાં કોંગ્રેસ વચ્ચે મેદાને જંગ જામે છે.
ગુજરાત વિધાનસભામાં ...
ઓરિસ્સા જેવા ગરીબ રાજયમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 65 કરોડપતિ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થઇ રહ્યો છે. ભાજપના વર્તમાન ધારાસભ્ય બીભૂતિભૂષણ હરિચંદન પાસે 106 કરોડથી વધુની સંપત્તિ છે.
બીભૂતિભૂષણ ચિલીકા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ...
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ ઉગ્રવાદ વિરૂધ્ધ લડાઇની જાહેરાત કરતાં કહ્યું હતું કે, તેમણે જિલ્લા વહીવટી તંત્રની સલાહને કોરાણે મુકી બારુદી સુંરગ પ્રતિરોધ વાહનમાં યાત્રા કરવાનો ઇન્કાર કરી દીધો છે.
સંયુક્ત રાષ્ટ્રમાં પોતાની સેવાઓ આપી ચુકેલા પૂર્વ રાજનેતા અને 15મી લોકસભા ચૂંટણીમાં અહીંના કોંગ્રેસી ઉમેદવાર શશિ થરૂરે આજે પહેલી વાર મતદાન કર્યું હતું. શશિએ આજે કહ્યું હતું કે, જીદંગીભર એક અપ્રવાસી ભારતીય હોવા છતા આજે દેશમાં મતદાન કરવાનો મને ગર્વ છે.
લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના આજે શરૂ થયેલા મતદાનમાં નક્સલીઓએ ચૂંટણીને લોહીથી રંગી છે. ઝારંખડ, બિહાર તથા છત્તીસગઢને નિશાન બનાવી નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં નવ લોકો માર્યા ગયા છે.