પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદને શાંત પાડવા સી.આર. પાટીલ એક્ટિવ થયા

Webdunia
ગુરુવાર, 28 માર્ચ 2024 (12:28 IST)
પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદને શાંત પાડવા સી.આર. પાટીલ એક્ટિવ થયા છે. જેમાં સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાનોને સાથે બેઠક કરશે તેમજ આજે રાજકોટ ભાજપ કાર્યલયમાં બેઠક યોજાશે.અમદાવાદ ખાતે પણ ક્ષત્રિય સમાજ 70 સંસ્થાઓની બેઠક છે.

ભાજપમાં એક તરફ વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે. આ વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ એક્ટિવ થયા છે અને તેમણે સૌથી પહેલા પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ શાંત પાડવા માટે એક્ટિવ થયા છે. આ વિવાદને શાંત પાડવા માટે રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક બોલાવી છે.રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજા રજવાડા પર કરવામાં આવેલી ટિપ્પણી મામલે વિવાદ ઊભો થયો છે. જેના મામલે પુરુષોત્તમ રૂપાલા દ્વારા માફી માગવામાં આવી તેમ છતાં પણ વિવાદ શાંત થઈ રહ્યો નથી.

આ વચ્ચે સી.આર.પાટીલે વિવાદ શાંત કરવા માટે સક્રિય બની રહ્યા છે. એક તરફ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી શકે છે. જેના સાથે જ અમદાવાદ ખાતે પણ ક્ષત્રિય સમાજના 70 સંસ્થાઓની સાથે બેઠક કરશે અને તેમની સાથે ચર્ચા કરવામાં આવશે.તાજેતરમાં ભાજપનાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરોધ ટિપ્પણી કરી હતી. જેને લઈને સોશિયલ મીડિયામાં ભારે વિરોધ થતા રૂપાલાએ માફી માંગતો વીડિયો પણ જાહેર કરવો પડ્યો હતો. જોકે રૂપાલાની આ માફી પણ ક્ષત્રિય સમાજને મંજુર ન હોય તેમ મોટી સંખ્યામાં રાજકોટમાં વિરોધ પ્રદર્શન કર્યું હતુ.

સંબંધિત સમાચાર

Next Article