લોકસભા ચૂંટણી પરિણામને હવે ગણતરીના કલાકો બાકી છે. પરંતુ પરિણામ પહેલા જ સત્તાપક્ષ અને વિપક્ષમાં બેઠકોનો દર શરું થઈ ગઈ છે. વિપક્ષના અનેક દિગ્ગજ નેતાઓએ આજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂની આગેવાનીમાં બેઠક કરી. જ્યારે વડાપ્રધાન મોદીએ પણ પોતાના કેબિનેટ મંત્રીઓ સાથે બેઠક કરી. બાદમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહે એનડીએના નેતાઓને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. અમિત શાહે અશોકા હોટેલમાં વડા પ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. જે બાદ સાથી પક્ષોએ તેમનું ફૂલોનો હાર પહેરાવી શાનદાર સ્વાગત કર્યું હતું.