ભારતમાંં 10 કરોડ વધારે વેક્સીન ડોઝ આપી દીધા છે. પણ આ વચ્ચે કેટલાક એવા પણ કેસ સામે આવ્યા છે જેમાં વેક્સીનની એક ડોઝ લીધા પછી દર્દી સંક્રમિત થઈ ગયો અને પછી બન્ને ડોઝ લીધા પછી પણ તે સંક્રમિત થઈ ગયો. સવાલ એ છે કે જેને પ્રથમ ડોઝ મળ્યો છે અને તે સંક્રમિત થયો છે તો શું તેને બીજો ડોઝ મળશે અને ક્યારે મળશે. શું વેક્સીન લાગ્યા પછી પણ કોઈ સંક્રમિત થઈ શકે છે.
દેખીતુ છે પ્રથમ ડોઝ પછી કોઈ સંક્રમિત થઈ પણ જાય તો તેને બીજી ડોઝ મળશે. તેને ફરીથી પ્રથમ અને પછી બીજો ડોઝ લેવાની જરૂર નથી. બીજી બાજુ કોઈને બન્ને ડોઝ લાગ્યા પછી પણ કોરોના સંક્રમણ થઈ શકે છે. તેના પર તેમણે સ્પષ્ટ કહ્યુ છે કે કોઈ પણ વેક્સીનથી 100 ટકા સુરક્ષા નથી આપતુ, . પણ જો કોઈને પણ કોરોના થઈ જાય તો સંક્રમણથી ગંભીર રૂપથી બીમાર નહી થાય.