'મહા' વાવાઝોડું- દીવની આસપાસ ત્રાટકશે, તંત્રની પૂરજોશમાં તૈયારીઓ

બુધવાર, 6 નવેમ્બર 2019 (10:54 IST)
ગુજરાત પર 'મહા' વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. 7 નવેમ્બરના રોજ આ વાવાઝોડું દીવના દરિયાની આસપાસ રાજ્ય પર ત્રાટકશે.
વાવાઝોડાને જોતાં ગુજરાત સરકાર અને તંત્ર હરકતમાં આવી ગયાં છે. બચાવ અને રાહત કામગીરી માટે હાલ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.
વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે ત્યારે પવનની ગતિ 70-80 કિલોમિટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જેના કારણે ઘણા પ્રદેશમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
હાલ વાવાઝોડાની જે જિલ્લાઓમાં અસર થવાની છે, ત્યાંનું તંત્ર સાબદું થઈ ગયું છે અને લોકોને આ મામલે જાગૃત કરી રહ્યું છે.
રાજકોટ, અમદાવાદ, સુરત, તાપી વગેરે જિલ્લાના કલેક્ટરોએ વાવાઝોડા વખતે તકેદારીની પગલાં માટેની મિટિંગ બોલાવી હતી.
હાલ અધિકારીઓ જે લોકોને નુકસાન થવાની ભીતિ છે તેમને જાગૃત કરવામાં લાગી ગયા છે.
 
પોરબંદરના દરિયાકાંઠે વાવાઝોડું પહોંચશે ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
 
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. બાકીના વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ થઈ શકે છે.
 
70-80 કિમીની ઝડપે પવન
 
અતિ ભીષણ ચક્રવાત બની ચૂકેલું 'મહા' વાવાઝોડું ગુજરાતમાં હવે તબાહી મચાવે તેવા સંકેતો જોવા મળતા નથી.
વાવાઝોડાને કારણે હવે વધારે નુકસાન થવાની શક્યતા નથી, છતાં પણ લોકોએ તેના સામે તૈયાર રહેવાની જરૂર છે.
હવામાન વિભાગની માહિતી પ્રમાણે વાવાઝોડું જ્યારે ગુજરાતના દરિયાકિનારે પહોંચશે ત્યારે પવનની ગતિ કલાકના 70-80 કિલોમિટર રહેવાની ધારણા છે.
આ પહેલાં એવી આગાહી કરવામાં આવી હતી કે પવનની ગતિ 100-110 કિલોમિટર રહેશે. જોકે, હવે વાવાઝોડું નબળું પડતા ખતરો ટળ્યો છે.
 
ગુજરાતમાં ચોમાસુ પાક તૈયાર થવાનો આ સમય છે, હાલમાં ગુજરાતમાં મગફળી, અડદ, ડાંગર, કઠોળ જેવા પાકો તૈયાર થઈ ગયા છે.
આ સમયે જ હાલ વરસાદનું વાતાવરણ છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી પણ ચૂક્યો છે. જેના કારણે ખેડૂતોનો તૈયાર પાક બગડી રહ્યો છે.
'મહા' વાવાઝોડાને કારણે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે અને તેના લીધે ખેડૂતોને વધારે નુકસાન જવાની ભીતિ છે.
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોના જિલ્લા જેવા કે પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
આ ઉપરાંત કચ્છ, જામનગર, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, વડોદરા વગેરે જિલ્લાઓમાં પણ મધ્યમથી હળવો વરસાદ થવાની સંભાવના છે.
બાકીના વિસ્તારોમાં ક્યાંક છુટોછવાયો હળવો વરસાદ થાય તેવી શક્યતા છે.
સાયક્લોન, હરિકૅન અને ટાયફૂન આ ત્રણેયમાં શું ફરક છે?
એક બાદ એક વાવાઝોડાં કેમ?
 
અરબ સાગરમાં હાલમાં જ ઉપરાઉપર બે વાવાઝોડાં, 'ક્યાર' અને ત્યાર બાદ 'મહા', સર્જાયાં અને બંનેએ અતિ ભીષણ ચક્રવાતનું સ્વરૂપ લીધું હતું.
અરબ સાગરમાં એક બાદ એક તુરંત વાવાઝોડાં સર્જાવા એ ભાગ્યે જ બનતી ઘટના છે. આવું નજીકના સમયમાં જોવા મળ્યું નથી.
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર ક્લાઇમેટ ચેન્જને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે વિશ્વભરના હવામાનનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. ઉપરાંત અરબ સાગરના તાપમાન અને પવનની સ્થિતિમાં ફેરફારને કારણે વાવાઝોડાં વધારે ભીષણ બની રહ્યાં છે.
અરબ સાગર અને બંગાળની ખાડી બંનેમાં ઉત્પન્ન થયેલાં વાવાઝોડામાં આ વર્ષમાં 'મહા' વાવાઝોડું છઠ્ઠું છે. બંગાળીની ખાડીમાં હજી એક વાવાઝોડું ઉત્પન્ન થઈ રહ્યું છે જેનું નામ 'બુલબુલ' હશે અને તે આ વર્ષનું સાતમું વાવાઝોડું હ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર