આજે દિવાસો અને અષાઢી અમાસ - આજે આ ઉપાય કરશો તો મળશે લક્ષ્મી કૃપા

શનિવાર, 11 ઑગસ્ટ 2018 (11:46 IST)
આજે અષાઢી અમાસ એટલે કે દિવાસો છે. આ વર્ષનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે. દિવાસો એટલે સો પર્વનો વાસો. દિવસોથી માંડી અને દેવ દીવાળી સુધીના આશરે સો દિવસો થાય છે અને આ સો દિવસોમાં સો પર્વ અને તહેવારો આવે છે.  દિવાસોના દિવસ્થી તહેવારો અને ઉત્સવોની હરમાલા શરૂ થઈ જાય છે.  જેમા અનેક તહેવારો જેવા કે રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણપતિ ઉત્સવ, નોરતા અને દિવાળી આ વર્ષના મુખ્ય તહેવારોની શરૂઆત દિવાસોના દિવસથી શરૂ થઈ જાય છે. આ આને વર્ષનો મુખ્ય દિવસ દિવાસો કહેવાય છે. 
 
આજે શનિવારી અમાસ પણ છે આથી આ દિવસે દાન પૂજા કરવાથી  ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. ખાસ કરીને વૃશ્ચિક, ધન, મકર રાશિના લોકોને શનીની સાડાસાતી ચાલી રહેલ છે. આથી તેઓએ આ  દિવસે શનિની ઉપાસના ખાસ કરવી. આ દિવસે હનુમાન ચાલીસાના પાઠ, તેલ અડધનુ દાન, ચંપલનુ દાન ગરીબોને કરવુ.  શનિના વેદ્કોક્ત મંત્રથી સંપૂટ રૂદ્રીના પાઠ કરાવવા શુભ રહેશે. આ દિવસે ઉપવાસ કરવાથી અનેક ફાયદા થાય  છે. 

રવિવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે. જોકે દિવાસાથી દિવાળી સુધી તહેવારોની મોસમ જામશે, પરંતુ હિન્દુ શાસ્ત્રોમાં દિવાસાનું મહત્વ એટલા માટે વધુ છે. કેમકે સામાન્ય રીતે કોઇપણ વ્રતનું જાગરણ 24 કલાક સુધીનું હોય છે પરંતુ એકમાત્ર દિવાસાનું વ્રતનું જાગરણ 36 કલાકનું હોય છે. એટલે દિવાસાનું વ્રત કરનારે સતત 36 કલાક સુધી જાગરણ કરવું પડે છે. આ ઉપરાંત રવિવારથી શ્રાવણ મહિનાની શરૂઆત સાથે દશામાના વ્રતનો પણ પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે  ભકતો દેવાધિદેવ મહાદેવની પૂજા-અર્ચના કરવાની સાથે 10 દિવસ સુધી દશામાની પ્રતિમાની ઘરમાં સ્થાપના કરી આસ્થાપૂર્વક ભકિત કરશે. 
 
 
દિવાસાની દિવસે એવરત અને જીવરત એમ બે પ્રકારના વ્રત કરવાની પરંપરા છે.  જ્યોતિષ મુજબ  દિવાસાનું જાગરણ અષાઢ મહિનાના અંતિમ દિવસ એટલે કે અમાસના દિને કરવામાં આવે છે. જેમાં જયાપાર્વતીના વ્રત મુજબ જ જવારાની વાવણી કરાઇ છે. તેમજ કુંવારી અથવા નવપરિણીતા એવરતનું વ્રત  જ્યારે મોટી ઉંમરની મહિલાઓ જીવરતનું વ્રત કરે છે. આમ તો આ બંને વ્રત પરિવારના સારા સ્વાસ્થ્ય અને સમૃધ્ધિ માટે કરાય છે
 
 શનિવાર, 11 ઓગસ્ટ  અમાસ છે. આ શ્રાવણ માસની અમાવસ્યા છે . એના કારણે ધાર્મિક રીતે એનુ મહત્વ વધારે છે. આ દિવસે શિવ પૂજા  કરવી જોઈએ. માન્યતા છે કે દિવાસો પર જુદા-જુદા છોડ લગાવવા જોઈએ મનોકામના પૂરી થઈ શકે છે. અહીં જાણો કઈ ઈચ્છા માટે કયો છોડ લગાવવો જોઈએ. 
 
 
1. લક્ષ્મી કૃપા મેળવવા માટે તુલસી , આમળા, કેળા , બિલ્વપત્રના છોડ લગાવવા જોઈએ. 
 
2. સ્વાસ્થય લાભ મેળવવા માટે બ્રાહ્મી, પલાશ, અર્જુન, આમળા, સૂરજમુખી, તુલસીના છોડ લગાવી શકાય છે. 
 
3. જો ભાગ્યનો સાથ ન મળી રહ્યો હોય તો ઘરની આસપાસ અશોક, અર્જુન,  નારિયળ , બડ(વટ)ના છોડ લગાવવા જોઈએ. 
 
4. સંતાન સુખ  મેળવવા માટે પીપળ, નીમ, કદમ્બનો છોડ લગાવવો. 
 
5. જો બુદ્ધિનો વિકાસ ઈચ્છતા હોય તો અષાઢી અમાવસ્યા પર શંખપુષ્પી , પલાશ, બ્રાહ્મી કે તુલસીના છોડ લગાવવા જોઈએ. 
 
6. ઘરમાં સુખ સમૃદ્ધિ ઈચ્છો છો તો નીમ, કદમ્બના છોડ લગાવો. 
 
અષાઢી  અમાસ  પર અહીં જણાવેલા છોડ લગાવવાની સાથે એમની દેખરેખ પણ કરવી જોઈએ.  એવુ માનવામાં આવે છે કે  જેમ-જેમ  છોડ વધશે તમારી મનોકામના પણ પૂરી થવા માંડે  છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર