આમિરે શેયર કર્યો દિકરીનો પહેલો ફોટો, લખ્યો ઈમોશનલ મેસેજ, - આ 1 વર્ષમાં ઘણુ બધુ થયુ, પણ મારી પરીએ મને હિમંત આપી
આમિરે લખ્યું, જ્યાં સુધી હું આયરાને ન જોઉં ત્યાં સુધી મને ખબર નહોતી કે મારી પરી કેવી દેખાય છે. મારી પુત્રી સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી આવી છે. જ્યા સુધી મે આયરાને જોઈ નહોતી ત્યા સુધી હું પ્રથમ નજરના પ્રેમમાં વિશ્વાસ નહોતો કરતો. 1 વર્ષમાં ઘણું ન થવાનુ થયું, પરંતુ મારી નાનકડી જીંદગીએ મને મજબૂત રાખ્યો. મારી વ્હાલી.. મારી લાડલી એક વર્ષની થઈ ગઈ છે.
આમિરની પોસ્ટ પર સેલેબ્સ તેમજ ચાહકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, આમિર અલી અને સંજીદા શેખ સરોગસીથી બાળકીના માતા-પિતા બન્યા છે. થોડા દિવસો પહેલા એક સમાચાર આવ્યા હતા કે આમિર અને સંજીદા વચ્ચેના સંબંધોમાં કેટલીક સમસ્યાઓ આવી છે. તે અંગે બંનેમાંથી કોઈએ હજી સુધી આ મુદ્દે કોઈ ટિપ્પણી કરી નથી. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે બંને અલગ રહે છે.