ઠગ ટોળકીએ કાળા નાણાવાળા લોકોને ટાર્ગેટ કરી બિટકોઇનના નામે રોકાણ કરાવ્યુ - સીઆઈડી

ગુરુવાર, 28 જૂન 2018 (14:56 IST)
સીઆઈડીને હાથ લાગેલા દસ્તાવેજો અને કોમ્પ્યુટર ડેટાના અભ્યાસ બાદ સીઆઈડી માની રહી છે કે સુરત સહિતના વિસ્તારમાં આ ઠગ ટોળકીએ જેમની પાસે કાળુ નાણુ હતું તેમને વ્યવસ્થિત રીતે નિશાન બનાવી કરોડો રૂપિયાનું બિટકોઇનના નામે રોકાણ કરાવ્યુ હતું. જો કે ખરેખર તે બિટકોઇન હતા જ નહીં પણ જાતે બજારમાં કહેવાતા બિટકોઇન બીજા નામે મુકી કરોડો રૂપિયાની છેતરપીંડી કરી હોવાની હકિકત મળી છે.

સીઆઈડીની તપાસમાં તેવુ પણ બહાર આવ્યુ છે કે તેમની પાસે નોંધાયેલા બે કેસના આરોપીઓ ઉપરાંત પણ બીજા કેટલાંક મોટા નામો બનાવટી કોઈન બનાવી લોકોને છેતરવાના કેસમાં સામેલ છે. જો કે તે પૈકી ઘણા આરોપીઓ ભારત બહાર જતા રહ્યા છે અને વિદેશમાં તેમણે આ પૈસાનું રોકાણ પણ કરી દીધુ છે. જો કે ત્રીજી ફરિયાદ બાદ વધુ એક ફરિયાદ સીઆઈડી નોંધે તેવી પણ સંભાવના છે. જો કે તબક્કા સીઆઈડી આ મામલે આગળ વધશે. આ કેસની સૌથી મોટી સમસ્યા એવી છે કે જેમના નાણા ડુબયા છે તે તમામનું કાળુ નાણુ છે, જેના કારણે તેમને ડર લાગી રહ્યો છે કે જો તેઓ પોતાની સાથે થયેલી છેતરપીંડીની જાહેરાત કરે તો ત્યાર બાદ ઈન્કમટેક્સ અને એન્ફોર્સમેન્ટ એજન્સીને પણ તેમને જવાબ આપવો પડશે.



વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર