Surya Grahan 2019: વર્ષના અંતિમ સૂર્ય ગ્રહણની વિવિધ રાશિ પર આવી રહેશે અસર
મંગળવાર, 24 ડિસેમ્બર 2019 (18:49 IST)
Surya Grahan 2019: ભારતમાં આ વર્ષનુ અંતિમ સૂર્ય ગ્રહણ 26 ડિસેમ્બરના રોજ થશે. આ ગ્રહણની વિવિધ રાશિઓ પર પણ અસર થશે. કેટલીક રાશિઓ માટે આ ગ્રહણ શુભ રહેશે તો કેટલીક રશિઓ માટે આ દરમિયાન સાચવીને રહેવાની સલાહ છે. હવે જાણીએ વિવિધ રાશિઓ પર કેવી રહેશે અસર
મેષ - શારીરિક તકલીફની સાથે માનસિક તાણ પણ આવશે અને ગ્રહણનું પરિણામ અનુકૂળ રહેશે. નસીબ તમને સાથ નહીં આપે.
વૃષભ - આ રાશિવાળા લોકો માટે આ સૂર્યગ્રહણ શુભ નથી. વાહન ચલાવવામાં કાળજી લો. ઘણા પ્રકારના દુખ સહન કરવા પડી શકે છે.
મિથુન - આ રાશિના લોકો માટે આ ગ્રહણ વૈવાહિક સંબંધો માટે સારા નથી. જીવનસાથી સાથે સંબંધ તણાવપૂર્ણ રહી શકે છે અને વિખવાદની સંભાવના છે.