ઓક્ટોબર માસિક રાશિફળ 2018 - આ મહિને આ રાશિવાળાને થશે આકસ્મિક ધનલાભ, જાણો કેવો રહેશે ઓક્ટોબર તમારે માટે

Webdunia
સોમવાર, 1 ઑક્ટોબર 2018 (10:14 IST)
ઓક્ટોબર મહિનો શરૂ થઈ ગયો છે. આ મહિને અનેક ગ્રહોની સ્થિતિ બદલવાની છે. તેમા સૌથી મોટુ પરિવર્તન ગુરૂનુ થવા જઈ રહ્યુ છે. આવામાં ઓક્ટોબરનો મહિનો કંઈ રાશિવાળા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે અને આ મહિને મા દુર્ગા પણ પધારવાના છે તો ચાલો જાણીએ માતાની કૃપા કોના પર રહેશે જેમને કોઈ પરેશાની છે તેમને શુ ઉપાય કરવા પડશે. 
મેષ - નોકરીમાં પ્રમોશનના છે યોગ માતા પિતા સાથે સંબંધોમાં સુધારો થશે. અભ્યાસમાં પ્રગતિ થશે. વિદેશ ગમનના યોગ બની રહ્યા છે. નોકરીમાં આવક વધશે.  મકાન વાહનના ભાડામાં વૃદ્ધિ થશે.  નિ:સંતાન દંપતિને સંતાન પ્રાપ્તિના યોગ.  નોકરીમાં પ્રમોશન મળવાના યોગ છે આ મહિનામા નવા કાર્યોની તક મળશે. લાભ ઉઠાવવાનો પ્રયાસ કરો. પારિવારિક અને કાર્યક્ષેત્રમાં તનાવ અડચનો અને પરેશાનીઓ કાયમ રહેશે.પણ સંયમથી નિપટાવી શકો છો.. કોઈ પણ કામમાં ઉતાવળ કરવાથી બચો. વ્યવસાય અને કારોબારમાં અનિશ્ચતતા રહેશે. આવકથી ખર્ચ વધુ થશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. બેદરકારી ન કરો.. તમારે રાશિથી ત્રીજા ભાવમાં ગુરૂનો ગોચર યાત્રાઓ સ્થાન પરિવર્તન ઘરમાં માંગલિક કાર્યોમાં વ્યયના યોગ બનાવશે. માતાના સ્વાસ્થ્યનુ ધ્યાન આપો. ઓક્ટોબર મહિનાની 5 7, 23 અને 25 તારીખ શ્રેષ્ઠ ફળદાયક છે
ઉપાય - રાહુનો જાપ કરાવો અને ૐ નમ: શિવાય મંત્રનો જાપ કરો.
વૃષભ -આ મહિને મોટા અને મજબૂત નિર્ણય લઈ શકશો તમને ખૂબ મહેનત કરવી પડ્સહે.  પરિવારમાં માન સન્માનમાં વૃદ્ધિ થશે.  લોકોને તમારા પ્રત્યે પ્રેમ વધશે.  હરવા ફરવા માટે સારો સમય છે. દ્રઢતાપૂર્વક લીધેલો નિર્ણય તમને કાર્યમાં સફળતા અપાવશે. આ મહિને તમારી પસંદગીના કામ અને શોખ પૂરા કરી શકશો.  ધન સંબંધિત કાર્ય બનશે. વિપરિત પરિસ્થિતિમાં પણ જીવનજ્ઞાપન યોગ્ય આવક સાધન બનતા રહેશે.સ્વાસ્થ્ય થોડુ ઢીલુ અને વૃથા માનસિક તનાવ રહેશે.ધનનો ખર્ચ વધુ રહેશે. ઓક્ટોબર મહિનાની 1, 3, 13, 20 અને 21 તારીખ શ્રેષ્ઠ ફળદાયક છે. તેથી સાવધ રહો
 
ઉપાય શ્રી સૂક્તનો પાઠ કરો દરેક પ્રકારના લાભ પ્રાપ્ત થશે. ચાંદી ધારણ કરો.
મિથુન - ભાગીદારીના કાર્યમાં પ્રગતિ થશે.  સંતાનની પ્રગતિ માટે ઉત્તમ સમય છે. શેર બજારમા લ આભ થશે.  કોઈ  અન્ય વ્યક્તિ દ્વારા તમને આર્થિક લાભ અથશે. નોકરીમાં પ્રગતિ અને કુશળતા પ્રદર્શિત કરીને તમે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરશો.   સ્વાસ્થ્ય સાચવજો. હાલ પિત્ત વધવુ પેટમા દુખાવો ઉલ્ટી અને માઈગ્રેનએને સમસ્યા થઈ શકે છે. અગાઉ કરવામાં આવેલ કાર્યોનુ પરિણામ હવે મળશે.. અવિવાહિતો માટે ગ્નના યોગ. નવી આકસ્મિક સૂચના લાભપ્રદ રહેશે. પણ બેદરકારી કરેલા કાર્યો પર પાણી ફેરવી શકે છે.ઓક્ટોબર મહિનાની 4, 5, 13, 15 અને 23 તારીખ શ્રેષ્ઠ ફળદાયક છે તેથી સજાગ રહો.
ઉપાય -  વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો વિશેષ લાભ મળશે.
કર્ક - તમારી પ્રતિષ્ઠા, લોકપ્રિયતા અને સમૃદ્ધિમાં વધારો થશે.  પ્રણય સંબંધ ખિલી ઉઠશે. કોઈના પ્રેમમાં પડશો અથવા પ્રિય વ્યક્તિ સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ રાખવાની શક્યતા છે. દાંપત્યજીવનમાં તમારા ગુસ્સાને નિયંત્રણમાં રાખવો પડશે. વાહન સુખ મળશે. વેપારીઓને લાભ થવાની શક્યતા છે.  ભાગીદારીના કાર્યોમાં વિનમ્રતા દાખવવી પડશે. ખાસ લોકો સાથે મુલાકાત સારી તક પ્રદાન કરી શકેછે પણ મિત્ર પર વધુ વિશ્વાસથી બચો. ઓક્ટોબર મહિનાની 1, 3, 15, 17 અને 24 તારીખ શ્રેષ્ઠ ફળ આપનારી છે. તેથી સાવધાન રહેવુ જોઈએ. 
ઉપાય - નારિયળમાં શુદ્ધ ઘી અને દળેલી ખાંડ ભરીને કીડીઓને ખવડાવો.. વ્યવસાયમાં અનુકૂળતા બનશે. 
 
સિહ -  શરૂઆતના અઠ્વાડિયા મનમાં અશાંતિ રહી શકે છે.  નિર્ણય શક્તિ કમજોર પડશે.  ભાઈઓ સાથે વિવાદ થવાની શક્યતા છે  કોઈ સ્થાન પર તમારુ બનતુ કામ બગડી શકે છે.  સ્વાસ્થ્યનુ ધ્યાન રાખજો.  6 તારીખથી સમય પરિવર્તન થશે.  ધંધામાં પ્રગતિ થશે.  આવકમાં વધારો થવાની શક્યતા છે. વિદ્યાર્થો માટે અભ્યાસ માટે સમય સારો છે. યુવા વર્ગમાં ઉત્સાહ જોવા મળશે. ભાઈ બહેનના સંબંધો સુધરશે. આકસ્મિક  ધન લાભ થવાની શક્યતા છે. . આ મહિનાની 15, 25, 26 અને 29 તારીખ શ્રેષ્ઠ ફળ આપનારી છે. તેથી સાવધ રહો 
ઉપાય - સૂર્યને જળમાં ગોળ અને લાલ રંગના પુષ્પ નાખીને ચઢાવો. તાંબાના સિક્કા જળમાં પ્રવાહિત કરો. 
કન્યા - આ મહિનાની શરૂઆતમાં તમરી વિદ્વાન અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે.  તમારી સાર્વજનિક પ્રતિષ્ઠા વધશે.  જૂના રોગમાં ઉપચારનો પ્રભાવ સારો જોવા મળશે.  તમારા વિચારોમાં સકારાત્મકતા જોવા મળશે.  તમને આકસ્મિક ધન લાભ થશે   વિદેશ સંબંધી કામ કે વિદેશ યાત્રાઓના યોગ બની શકે છે. ધાર્મિક યાત્રાઓ અને ધાર્મિક કાર્યોમાં સમય વ્યતીત થશે. સ્વાસ્થ્ય કમજોર રહી શકે છે. આવક કેરિયર સંબંધિત ચિંતા રહેશે. ઓક્ટોબર મહિનાની  3, 11, 13, 21 અને  23 તારીખ શ્રેષ્ઠ ફળદાયક છે તેથી સાવધ રહેવુ જોઈએ.
ઉપાય - દુર્ગા સપ્તમીનો પાઠ કરો.. આ પાઠથી વિશેષ લાભ થશે. 


કન્યા - આ મહિનાની શરૂઆતમાં તમરી વિદ્વાન અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે.  તમારી સાર્વજનિક પ્રતિષ્ઠા વધશે.  જૂના રોગમાં ઉપચારનો પ્રભાવ સારો જોવા મળશે.  તમારા વિચારોમાં સકારાત્મકતા જોવા મળશે.  તમને આકસ્મિક ધન લાભ થશે   વિદેશ સંબંધી કામ કે વિદેશ યાત્રાઓના યોગ બની શકે છે. ધાર્મિક યાત્રાઓ અને ધાર્મિક કાર્યોમાં સમય વ્યતીત થશે. સ્વાસ્થ્ય કમજોર રહી શકે છે. આવક કેરિયર સંબંધિત ચિંતા રહેશે. ઓક્ટોબર મહિનાની  3, 11, 13, 21 અને  23 તારીખ શ્રેષ્ઠ ફળદાયક છે તેથી સાવધ રહેવુ જોઈએ. 
 
ઉપાય - દુર્ગા સપ્તમીનો પાઠ કરો.. આ પાઠથી વિશેષ લાભ થશે. 

સંબંધિત સમાચાર

Next Article