સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે પોતાના લગભગ 33 કરોડ યૂઝર્સને પાસવર્ડ બદલવાનુ કહ્યુ છે. જોકે ટ્વિટરે એ પણ કહ્યુ કે આંતરિક તપાસમાં જોવા મળ્યુ છે કે પાસવર્ડ ચોરાયા નથી કે ન તો તેનો કોઈ ખોટો ઉપયોગ થયો છે. પણ સાવધાનીને ધ્યાનમાં રાખતા બધા યૂઝર્સને અપીલ કરી છે કે તેઓ પોતાનો પાસવર્ડ બદલી નાખે..