લોન અને ક્રેડિટકાર્ડના નામે છેતરપિંડી કરતું કોલ સેન્ટર પકડાયું, પોલીસે 19ની ધરપકડ કરી
મંગળવાર, 30 ઑક્ટોબર 2018 (12:23 IST)
અમદાવાદના નવરંગપુરામાંથી લોન અને ક્રેડિટ કાર્ડના નામે છેતરતું કોલ સેન્ટર ઝડપાયું છે. જેમાં પોલીસે 3 મહિલાઓ સહિત 19 આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસે કમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.ઝડપાયેલા તમામ આરોપીએ નાગાલેન્ડના વતની છે. તમામ આરોપી લોન અને અન્ય પ્રકારના ફોન કરીને વિદેશના લોકો સાથે છેતરપિંડી આચરતા હતા. હજૂ સુધી લાખો રૂપિયાની છેતરપિંડી કર્યા હોવાનું ખૂલ્યું છે. અગાઉ લોન અને ક્રેડિટ કાર્ડના નામે છેતરતું કોલ સેન્ટર દિલ્હીથી ઝડપાયું હતું. અમદાવાદ સાઈબર ક્રાઈમે દિલ્હીમાં પ્રથમ મહિલા સંચાલિત કોલ સેન્ટર પર રેડ કરી 17 મહિલાઓની ધરપકડ કરી હતી. આ મહિલાઓ ટેલિકોલિંગ દ્વારા લોકોને લોભામણી જાહેરાતો કરી પૈસા પડાવતી હતી. અમદાવાદ સાઈબર ક્રાઈમના ડીસીપી રાજદીપસિંહ ઝાલા એસીપી જે એસ ગેડમને બાતમી મળી હતી કે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં લોકો સાથે લોન અથવા ક્રેડિટ કાર્ડના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે ફોન કરનાર મોટાભાગની મહિલાઓ છે. આ અંગે સાઈબર ક્રાઈમ ની ટીમ દિલ્હી પહોંચી હતી જ્યાં તપાસ દરમિયાન એવી હકીકત મળી હતી કે આ સમગ્ર કૌભાંડ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જેના પગલે નવી દિલ્હીમાં શુક્રવારે સવારે કોલ સેન્ટર પર રેડ કરી હતી જેમાં કામ કરતી 17 મહિલા ઝડપાઇ ગઇ હતી.