રેલ્વે ટ્રેકની સુરક્ષા વધારાઈ

શુક્રવાર, 23 મે 2008 (13:13 IST)
ઈન્દોર. રાજસ્થાનમાં ગુર્જર સમૂદાય દ્વારા રેલરોકો આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. ગુર્જરોની આક્રામકતાને જોતાં રાજ્ય સરકારે પ્રદેશની સુલેહ શાંતિ જાળવવા માટે રેલ્વે ટ્રેકોની સુરક્ષા વધારી દીધી છે.

રેલ્વે ટ્રેકની આસપાસ પોલીસ, અર્ધસૈનિક દળો તથા અન્ય સુરક્ષા જવાનોની તૈનાતિ કરી દેવાઈ છે. પરંતુ રાજસ્થાનમાંથી સેંકડો કિલોમીટરમાંથી પસાર થતી રેલ્વે લાઈન પર સુરક્ષા ઉભી કરવી અત્યંત મુશ્કેલ હોઈ પોલીસ અધિકારીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે.

વેબદુનિયા પર વાંચો