KKRએ આપ્યો 172 રનનો ટાર્ગેટ
સનરાઇઝર્સ હૈદરાબાદ સામે કોલકાતા નાઇટ રાઇડર્સની શરૂઆત સારી રહી ન હતી. જ્યારે રહેમાનુલ્લાહ રન બનાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા. આ પછી વેંકટેશ અય્યર પણ માત્ર 7 રન જ બનાવી શક્યા હતા. જેસન રોયે 20 રનનું યોગદાન આપ્યું હતું. આ પછી સુકાની નીતિશ રાણા અને રિંકુ સિંહે KKRની ઇનિંગ સંભાળી હતી. આ બંને ખેલાડીઓએ સારી બેટિંગ કરી હતી. નીતિશે 42 રન બનાવ્યા હતા. સાથે જ રિંકુ 46 રન બનાવીને આઉટ થયા હતા. આન્દ્રે રસેલે 24 રનની ઇનિંગ રમી હતી. અંકુલ રોયે અંતે 7 બોલમાં 13 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે કેકેઆરની ટીમ 9 વિકેટના નુકસાન પર 171 રન બનાવી શકી હતી.