ભારતમાં ડાયાબિટીસના રોગીઓની સંખ્યા દિવસો દિવસ વધતી જઈ રહી છે. તેનુ એક કારણ છે ખોટુ ખાનપાન. તેથી હંમેશા તમારા આહારનું ધ્યાન રાખવુ જોઈએ. ડાયાબિટીજના રોગીઓ માટે ઘણા બધા ખાદ્ય પદાર્થનું સેવન કરવાનુ મન થાય છે. આવામાં તેમને કેવા પ્રકારના પદાર્થ આપવામા આવે કે તેમને પોષણ પણ મળે અને તેમનુ શુગર લેવલ પણ સામાન્ય રહે. તો આજે અમે તમને બેસનની રોટલી વિશે બતાવી રહ્યા છીએ. જેનુ સેવન શુગરના દર્દીઓ માટે લાભકારી છે.
કેવી રીતે બને છે ચણાની રોટલી
ઘઉ અને ચણાના લોટને મિક્સ કરીને રોટલી બનાવાય છે. જેને મિસ્સી રોટલી પણ કહે છે. તેને બનાવવા માટે ચણાનો લોટ એટલે કે બેસન અને ઘઉનો લોટનુ પ્રમાણ 1:2 રાખવુ જોઈએ. જેવુ કે જો એક કપ ઘઉનો લોટ લીધો તો બે કપ ચણાનો લોટ લઈન લોટ બાંધી લો. પછી તેની રોટલી બનાવો.