= હુંફાળું ગરમ પાણી જ પીવું, સ્નાન પણ નવશેકા પાણી થી કરવું. જેમ બને તેમ વધારે કફ નીકળી જાય તે માટે જ્યારે પણ ગળામાં કફ આવે કે તરત થૂકતા રહેવું. વધારે ખટાશવાળા, ચિકાસવાળા, ગળ્યા, તેલવાળાં પદાર્થોનું સેવન ન કરવું. ઠંડી હવા અને ઠંડા તથા ઠંડી પ્રકૃત્તિવાળાં પદાર્થોનું સેવન પણ ન કરવું.
- તુલસીના 8-10 તાજા પાન ખૂબ ચાવીને દરરોજ સવાર, બપોર, સાંજ ચાવતા રહેવાથી ગમે તે પ્રકારની ખાંસી કાબૂમાં આવી જાય છે.
- મૂઠીભર સેકેલા ચણા ખાઇ, ઉપર પાણી પીવાથી ઉધરસ ઓછી થાય છે.
- નાની એલચી તવી પર બાળી, કોયલો કરી, ધૂમોડો નીકળી જાય એટલે વાસણ ઢાંકી દેવું. તેનું ¾ ગ્રામ ચર્ણ ઘી તથા મધ સાથે દિવસમાં ત્રણ વાર ચાટવાથી સૂકી ખાંસી મટે છે.
- દર ત્રણ કલાકે એક ચમચી તાજા માખણમાં વાટેલી સાકર નાખી ધીમે ધીમે ચાટી જવાથી સૂકી ખાંસી જડમુડથી મટે છે. નાના બાળકોમાં તો આ પ્રયોગ ખરેખર આર્શિવાદ રુપ છે, કેમ કે બાળક હોંશે હોંશે સાકર-માખણ ખાસે અને ખાસી મટી જશે.