Monsoon Special - આ રીતે બનાવો રેસ્ટોરેંટ સ્ટાઈલ વેજીટેબલ મંચૂરિયન

Webdunia
સોમવાર, 19 જુલાઈ 2021 (22:18 IST)
માનસૂનમાં કેટલીક ચટપટી વસ્તુઓ ખાવાનુ મન કરે છે પણ તમે તેને બહારથી મંગાવવાની જગ્યા ઘરે જ સરળતાથી બનાવી શકો છો. આ રીતે અમે તમારા માટે ખાસ વેજીટેબલ મંચૂરિયનની રેસીપી લઈને આવ્યા છે. ચાલો જાણીએ તેને બનાવવાની રીત. 
 
મન્ચુરિયન બોલ માટે સામગ્રી  : 1 કોબિજ લો અને તેને ઝીણી સમારી લો. 4 છીણેલાં ગાજર, 2 ચમચાં મેંદો લો. અડધી ચમચી અજીનોમોટો, 6 ચમચી કોર્નફ્લોર, ચાર ઝીણાં કાપેલાં મરચાં લો. એક ચમચી કાળાં 
 
મરીનો પાવડર અને મીઠું લો.1 કપ તેલ તળવા માટે 
 
મન્ચુરિયન સોસ બનાવવા માટે : 4 ચમચી સરકો લો. 2 ઝીણાં સમારેલાં મરચાં લો.1 ઝીણી સમારેલી ડુંગળી અને 1 ચમચી ઝીણું સમારેલ લસણ લો. 2 ચમચી આદુની પેસ્ટ,1 ચમચી ટામેટાં નો સોસ, 4 ચમચી 
 
તેલ અને મીઠું સ્વાદ અનુસાર લો.
 
બનાવવાની રીત : કોબીજમાં એકાદ ચમચી મીઠાનું મિશ્રણ કરી તેને 15 મિનીટ સુધી મૂકી રાખો અને ત્યારબાદ તેમાં મન્ચુરિયન બોલની બધી સામગ્રી નાખો.ત્યારબાદ તેને ગોળાકાર અથવા અંડાકાર ગોળીઓ 
 
બનાવી તેને ચપટી કરી દો. એક પ્લેટમાં બે-ત્રણ ચમચી મેંદાનો સુકો લોટ લો.પછી દરેક ગોળી પર મેંદાનો લોટ લગાવી તેને મધ્યમ તાપે તળી દો.
 
મન્ચુરિયન સોસ બનાવવાની રીત :4 ચમચી તેલ લો અને તેને એક કડાઇની અંદર ગરમ કરો. ત્યારબાદ તેની અંદર આદુ અને લસણની પેસ્ટ નાખો.તેને એકાદ મિનીટ સુધી ગરમ થવા દો,લીલાં મરચાં અને 
 
ડુંગળી નાખીને તેને પણ એકાદ મિનીટ શેકો. તેમાં ટામેટાનો સોસ,સોયા,સરકો,મરીનો પાવડર અને મીઠું નાખીને બે-ત્રણ મિનીટ થઇ ગયા પછી તેને 2 ગ્લાસ પાણી મેળવીને ગરમ કરો.એકાદ-બે ઉફાળા આવે ત્યારપછી તેને ઉતારી લો, અને તેને ગાળીને સોસ જુદો મુકો. કોર્નફ્લોરને અડધો કપ પાણીમાં મિક્સ કરીને જુદો મુકો. ત્યારબાદ ગાળેલા સોસને ઉકાળો અને કોર્નફ્લોરનું મિશ્રણ કરો. તે થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ઉકાળો. પીરસતી વખતે સોસમાં તૈયાર કરેલા બોલ્સને નાખો અને એકાદ મિનીટ ધીમા તાપે ગરમ કરી તેને સર્વ કરો.

સંબંધિત સમાચાર

Next Article