ઇન્ડોનેશિયામાં ભૂકંપથી મૃતકોની સંખ્યા વધીને 268 થઈ, બચાવ કામગીરી ચાલુ

Webdunia
બુધવાર, 23 નવેમ્બર 2022 (08:23 IST)
સોમવારે ઇન્ડોનેશિયામાં 5.6 તીવ્રતાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 268 થઈ ગયો છે. આ સાથે જ 150થી વધુ લોકો ગુમ હોવાનું જાણાવાય છે.
 
આ ભૂકંપમાં ઇન્ડોનેશિયાના જાવા ટાપુને સૌથી વધુ નુકસાન થયું છે. અહીં બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે અને ભૂકંપના કારણે પડી ગયેલી ઇમારતોના કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાના પ્રયાસ રાહતકર્મીઓ કરી રહ્યા છે.
 
આ સાથે જ ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી છે. આ વિસ્તારમાં ભૂકંપ બાદ હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે.
 
આ ભૂકંપનું કેન્દ્ર સિયાંજપુર નગર નજીક હતું. મંગળવારે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.
 
તેમણે કહ્યું છે કે, “ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત ઘરોના પુનર્નિર્માણમાં તેમની સરકાર મદદ કરશે.”
 

સંબંધિત સમાચાર

Next Article