કાબુલમાં ભારતીય એમ્બેસી પાસે બ્લાસ્ટ થયો છે, જેમાં 80 લોકોના મોત થયા છે જ્યારે 60 લોકો ઘાયલ થયા છે. તમામ ભારતીય કર્મચારી સુરક્ષિત છે. બ્લાસ્ટ બાદ આજુબાજુ ઘુમાડાના ગોટેગોટા જોવા મળ્યા, જેનાથી અંદાજો લગાવી શકાય છે કે બ્લાસ્ટ કેટલો પ્રચંડ હશે. ભારતીય એમ્બેસીની ઇમારતના દરવાજા અને બારીઓને નુકસાન થયું છે.
કાબુલમાં જયાં વિવિધ એમ્બેસીઓ અને રાષ્ટ્રપતિનો મહેલ આવેલો છે ત્યાં આ ધડાકો થયો હતો. આ વિસ્ફોટમાં ૬૦થી વધુ લોકોને ઇજા થઇ હોવાના સમાચાર મળી રહ્યા છે. જો કે, ભારતીય કર્મચારીઓ સુરક્ષિત હોવાનો દાવો થયો છે. આ ઘટનામાં કેટલાક લોકોના મૃત્યુ થયા હોવાના પણ બિનસત્તાવાર અહેવાલો મળી રહ્યા છે.