ઑસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતાં બિલને મંજૂરી

શુક્રવાર, 29 નવેમ્બર 2024 (14:21 IST)
ઑસ્ટ્રેલિયાની સંસદે 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના બિલને મંજૂરી આપી દીધી છે.
 
આ બિલ પાસ થયા પછી ભવિષ્યમાં ઑસ્ટ્રેલિયામાં બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લાગશે. આ પ્રતિબંધ ઓછામાં ઓછા 12 મહિના પછી લાગૂ કરવામાં આવશે.
 
જો ટૅક કંપનીઓ આ કાયદાનું પાલન નહીં કરે તો તેમને પાંચ કરોડ ઑસ્ટ્રેલિયન ડૉલરનો દંડ ફટકારવામાં આવશે.
 
વડા પ્રધાન ઍન્થોની અલ્બેનિસે કહ્યું છે કે યુવાનોને સોશિયલ મીડિયાના 'સંકટ'થી બચાવવા માટે આ કાયદો જરૂરી છે. ઘણા વાલીઓ પણ આ માટે સહમત થયા છે. જો કે, આ કાયદાના ટીકાકારો પ્રશ્ન કરે છે કે આ પ્રતિબંધ કેવી રીતે કાર્ય કરશે અને તેની ગોપનીયતા અને સામાજિક સંબંધો પર શું અસર પડશે?
 
આ પહેલાં પણ દુનિયાના ઘણા દેશોએ બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કર્યો છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર