હેલ્થ કેર - શિયાળામાં રહો તંદુરસ્ત.. નાની નાની બીમારીઓથી છુટકારો મેળવવા આટલુ કરો
શુક્રવાર, 5 ડિસેમ્બર 2014 (18:01 IST)
શરદીની ઋતુ ખાવા પીવાની ઋતુ હોય છે રજાઈમાં બેસીને ગરમા ગરમ ચા સાથે પકોડા કે સમોસા કે ગાજરનો હલવો વગેરે સારી સારી વસ્તુઓ ખાવાની મોસમ. નવેમ્બર. ડિસેમ્બર અને જાન્યુઆરી ઠંડીની સૌની મનપસંદ મૌસમ હોય છે. પણ આ જ મૌસમ ત્વચાની અનેક બીમારીઓ જેવા હાથ-પગ અને હોઠનુ ફાટવુ, હાથોની સ્કીન ઉતરવી અને ક્યારેક ક્યારેક ત્વચાનુ મૃત થઈ જવુ.
ત્વચાની બીમારીઓ
પગ ફાટવા - આપણો ચેહરો. વાળ અને હાથ પર જેટલુ ધ્યાન આપીએ છીએ એટલા આપણા પગની દેખરેખ પર નહી. જેનાથી આપણે પગ અને એડિયો ખરબચડી. કાળી અને ફાટેલી રહી જાય છે. પગ અને એડિયોના ફાટવાના અનેક કારણ છે. સ્નાન સમયે આપણે પગની સફાઈ પર ધ્યાન નથી આપતા. જેને કારણે પગ પર મેલ એકત્ર થઈને રક્ત સંચાર રોકી નાખે છે. જેનાથી એડિયોમાં દરાર પડી જાય છે
શિયાળામાં એડિયો શુષ્ક વાયુ અને શરીરમાં ચિકાશના અભાવને કારણે ફાટે છે. ગરમીના દિવસોમાં આંતરિક ગરમીને કારણે એડિયો ફાટે છે. કેલ્શિયમના અભાવથી પણ પગ અને એડિયો કાળી પડે છે અને ફાટે છે.
ત્વચાનું ફાટવુ - ગરમીમા નરમાશ વધુ હોય છે તેથી ત્વચા કોમળ રહે છે. શિયાળામાં ત્વચાનુ પાણી સુકાય જાય છે. પાણીની કમીથી ત્વચા ફાટવા માંડે છે. દરેક ત્વચાની પ્રકૃતિ જુદી હોય છે. તૈલીય ત્વચાની પ્રકૃતિ જુદી હોય છે. તૈલીય ત્વચા કરતા શુષ્ક ત્વચાનુ સુકાપણુ શિયાળામાં વધુ વધી જાય છે. જેનાથી ત્વચાને નુકશાન પહોંચાડે છે. આ માટે તેલની માલિશ ખૂબ જ લાભકારી છે.
શિયાળામાં જો ત્વચાની દેખરેખ ન કરવામાં આવે તો અનેક રોગ થઈ શકે છે. ત્વચાની અનેક બીમારીઓ ફક્ત શિયાળામાં જ હોય છે.
ઈકથિયોસિસ - ત્વચાની આ બીમારી ગરમીમા તો સારી રહે છે પણ શિયાળામાં દેખાય છે. આ જન્મજાત બીમારી છે. તેમા ત્વચા વધુ સુકી થઈ જાય છે. શુષ્કતાથી ત્વચા ફાટી જાય છે અને ખંજવાળ અનુભવે છે. જો ઠંડીમાં આવી મુશ્કેલી હોય છે તો સ્થાન પરિવર્તનથી લાભ થઈ જાય છે. જો સ્થાન પરિવર્તન શક્ય ન હોય તો નારિયળના તેલની નિયમિત માલિશ ખૂબ ફાયદાકારી છે.
ડર્માટાઈટિસ - ઘરેલુ સ્ત્રી સામાન્ય રીતે પાણીમાં વધુ કામ કરે છે. જેવા કે કપડાં ધોવા. વાસણ ઘસવા. પોતુ લગાવવુ વગેરે. ઠંડીના દિવસોમાં પાણીમાં વધુ રહેવાથી લોહીનો સંચાર ઓછુ થઈ જાય છે. અને હાથ-પગની આંગળીઓ ફુલી જાય છે. આ રોગને ડર્માટાઈટિસ કહે છે. ઠંડીથી બચાવ કરવા પર આ રોગ નિયંત્રણમાં રહે છે. આ માટે કોલ્ડ ક્રીમનો ઉપયોગ પણ લાભકારી છે.
ચિલબ્લેંસ - આ રોગ વધુ ઠંડા સ્થાન અને બરફ પડનારા પ્રદેશોમાં વધુ થાય છે. તેમાં આગળીઓ સુન્ન પડી જાય છે. ફુલી જાય છે અને લાલ થઈ જાય છે. આ ખૂબ જ તકલીફદાયક રોગ છે. ધૂપનો નિયમિત સેવન અને ગરમ તેલનો સેક આનો સૌથી યોગ્ય ઉપચાર છે.
ખંજવાળ - કેટલાક લોકો ઠંડીમાં ન્હાવામાં આળસ કરે છે અને અનેક દિવસો સુધી નહાતા નથી. ન નહાવાથી શુષ્ક ત્વચા પર મેલ જમા થઈને ગંદકીના દાણા બની જાય છે. જેમા અસહનીય ખંજવાળ શરૂ થવા લાગે છે. આ એક સંક્રામક રોગ છે. આ ત્વચાની ગંદકીથી ઉદ્દભવે છે. આનાથી મુક્તિનો ઉપાય છે નિયમિત સ્નાન અને તેલની માલિશ. માલિશ માટે સરસિયાનુ . નારિયળનુ કે જૈતૂન કોઈપણ તેલ લઈ શકો છો. . તેલ હુંફાળુ ગરમ કરીને ઉપયોગ કરો.